રાપર ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો

Live Viewer's is = People

રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો




ભુજ, શનિવારઃ

તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત કચ્છ-ભુજ આઇસીડીએસ ઘટક રાપર-૧ અને ૨ ના સંયુક્ત ઉપક્રમે ઠાકોર સમાજવાડી રાપર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. 



કાર્યક્રમની શરૂઆત રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ દ્વારા કિશોરીઓના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સીડીપીઓશ્રી જે.કે.પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું તથા સંલગ્ન વિભાગનાં અધિકારી કર્મચારી તેમજ કાર્યક્રમમાં હાજર આંગણવાડી વર્કર, કિશોરીઓનું શાબ્દિક સ્વાગત કરી મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત રાજય દ્વારા ચાલી રહેલ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન બાબતે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ આ કિશોરી મેળો યોજવા પાછળનો ઉદ્દેશ તથા હાર્દ બાબતે સૌને માર્ગદર્શિત કર્યા હતા. 


આ પણ જુઓ

કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધી એડવોકેટ મહેશભાઇ ગઢવી, મહાવીરસિહ જાડેજાએ મહિલા અને કિશોરીઓને લગતા કાનૂની મુદ્દા અને હક્કો બાબતે સમજ આપી હતી. આરોગ્ય વિભાગના સુ.શ્રી.નિધીબેન પટેલ દ્વારા કિશોરીઓને આરોગ્ય અને સમતોલ આહાર બાબતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આઇટીઆઇ રાપરના પ્રતિનિધિ ઘનશ્યામ સોલંકી દ્વારા કિશોરીઓના કૌશલ્ય વર્ધન અને સ્વાવલંબી બનવા માટેના આઇટીઆઇ રાપર દ્વારા ચાલતા વિવિધ અભ્યાસક્રમો બાબતે સમજ આપવામાં આવી હતી. 



તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઇ દેસાઇ દ્વારા પણ પ્રસંગને અનુરૂપ કિશોરીઓ શિક્ષિત બની, જાગૃત રહી અને સ્વાવલંબી અને સુપોષિત બને માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન રાપરના પીએસાઇ જી. બી. માજીરાણાએ પણ મહિલાઓ અને કિશોરીઓને કાયદાકીય સલાહ અને સૂચનો આપી પ્રોત્સાહીત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીના પ્રતિનિધિ તરીકે કુમારી પૂજાબા વાઘેલા દ્વારા કિશોરીઓને લગતી યોજનાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. 



આઇસીડીએસ કચેરી રાપર દ્વારા આઇસીડીએસ યોજના અને તેને લગતાં સાહિત્ય વિતરણનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો તેમજ આંગણવાડી વર્કરો દ્વારા કેન્દ્ર મુજબ વાનગી હરીફાઇનો સ્ટોલ, આઇટીઆઇ રાપર, પોસ્ટ ઓફિસ રાપર, આરોગ્ય વિભાગ તેમજ એકિસસ બેંક રાપર દ્વારા તેમની કામગીરી સંલગ્ન સાહિત્ય સાથે સ્ટોલ રાખવામાં આવેલા હતા. આ સ્ટોલની ધારાસભ્ય વિરેન્દ્રસિહ જાડેજાએ દ્વારા મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. ઉપરાંત કિશોરીઓ માટે સેલ્ફી સ્ટેન્ડ રાખવામાં આવેલ તેનો બહોળી સંખ્યામાં કિશોરીઓએ લાભ લીધેલ હતો તેમજ મહાનુભાવો સમક્ષ કિશોરી દ્વારા “પ્રાઇડ વોક” પણ આયોજન કરવામાં આવ્યું હતું. સશક્ત અને સુપોષિત કિશોરી સિગ્નેચર અભિયાન હેઠળ કિશોરીઓએ પ્રતિજ્ઞાપત્રમાં સહીઓ કરી પ્રતિજ્ઞા લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેંદ્રભાઇ હોથી દ્વારા કરવામાં આવ્યું હતું અને પુરીબા વાઘેલા દ્વારા આભાર વિધી કરાઈ હતી. 



આ કિશોરી મેળામાં જિલ્લા પંચાયત કચ્છ-ભુજના ઉપપ્રમુખશ્રી વણવીરભાઇ રાજપૂત, તાલુકા પંચાયત પ્રમુખ હમિરસિંહજી સોઢા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કાનજીભાઇ ગોહિલ તેમજ તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સર્વે ભગાભાઈ આહિર,  જયદિપસિંહ જાડેજા, નશાભાઇ દૈયા, રમેશભાઇ દાદલ, ઉમેશભાઇ સોનીએ પ્રેરક હાજરી આપી કિશોરીઓને પ્રોત્સાહિત કરી હતી તેવું જે. કે. પરમાર, બાળ વિકાસ યોજના અધિકારી રાપરની અખબારીયાદીમાં જણાવાયું છે. 


રિપોર્ટ : રોહિત પઢિયાર, ધ ન્યુઝ ટાઈમ્સ, ભુજ


આપના ધંધા વેપારને જાહેરાતના માધ્યમ થી વેગ આપો, જાહેરાત આપવા અમારો સંપર્ક કરો.


Post a Comment

0 Comments

close