The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો...કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
વિડિઓ સમાચાર (Shorts)
The News Times
સમાચાર શોધો
હથિયાર અંગે નવી માહિતી બહાર પાડવામાં આવી. જાણો કઈ માહિતી બહાર પાડવામાં આવી?
📅પ્રકાશિત: Tuesday, January 03, 2023•⏱️વાંચન સમય: ૨ મિનિટ
👁️ગણતરી થાય છે...વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
કચ્છ જીલ્લામાં ૩૧મી જાન્યુઆરી-૨૦૨૩ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવી: અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામા આવ્યું.
જાન્યુઆરી-૨૦૨૩માં કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી નજરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિતેશ પંડયાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.
આ જાહેરનામા અન્વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.
અહેવાલ : રોહિત પઢિયાર,ભૂજ
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
0 ટિપ્પણીઓ: