ભુજ ના ઐતિહાસિક સ્થળોએ લુખ્ખા તત્વોનો અડીંગો : ચોકીદારો ની ભૂમિકા શંકા ઉપજાવે તેવી

Live Viewer's is = People

ભુજ ના ઐતિહાસિક સ્થળોએ લુખ્ખા તત્વોનો અડીંગો : ચોકીદારો ની ભૂમિકા શંકા ઉપજાવે તેવી



કચ્છના પાટનગર ભૂજમાં કચ્છની અસ્મિતા સમાન આવેલા જાહેર સ્થળો પર લુખ્ખા તત્વોએ અડીંગો જમાવ્યો છે. આવા સ્થળોએ રાત્રિના ભાગે થતી ગેરપ્રવૃત્તિઓ પણ થતી હોય છે. જેને ડામવા તંત્ર ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવી માંગ સિનિયર સિટીઝનો અને શહેરીજનો કરી રહ્યા છે.


ભૂજ શહેરમાં આવેલા રાજેન્દ્રબાગ, પાવડી, ખેંગારબાગ, છતરડી જેવા ઐતિહાસિક અને ફરવાલાયક સ્થળોએ રાત પડે લુખ્ખા-અસામાજિક તત્ત્વો અડિંગો જમાવી રાખ્યો છે. દારૂ, નોનવેજ, હમીરસર તળાવમાંથી માછીમારી કરવા જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અને પાર્ટી મનાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ તો કરાય છે પરંતુ આવા અંદરના ભાગે કોઈ આવતું ન હોવાના કારણે લુખ્ખા તત્વોને મોકળુ મેદાન મળી જાય છે.



આજે સવારે જ્યારે ભુજના સિનિયર સિટીઝન વ્યક્તિ રાજેન્દ્રબાગ માં ગયા ત્યારે એક મારેલી માછલી જોઈ હતી. આ માછલીને શર્ટના હાથની અંદર ઘુસાડી તેની પજવણી કરાઈ હોવાનું અને વિકૃત ક્રિયા થઈ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવે છે. આ જોઈ પ્રકૃતિપ્રેમીઓ નું હૃદય પણ કંપી ઉઠયું હતું.બીજીબાજુ રાજેન્દ્રબાગ ની અંદર કાયદેસર પાર્ટી ની ઉજવણી કરવામાં આવતી હોય તેમ અનેક પ્રકારે કેક ના કચરા અને ખાલી બાટલીઓ પણ દેખાઈ હતી. જેના કારણે આવાં સ્થળોએ ભદ્ર સમાજ સામાન્ય નાગરિકો જઇ શકતા નથી.


કેટલાક સ્થળે કાયદેસરની ચોકીદારની પોસ્ટિંગ હોવા છતાં આવી પ્રવૃત્તિઓ થતી હોય તો ત્યારે નિમણુંક કરાયેલા ચોકીદારની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી છે. ખરેખર તો ચોકીદારોને એ ખાસ મુખ્ય દરવાજા પાસે જ ડ્યુટી કરીને ધ્યાન રાખવા જેવું છે કે, રાત્રીના ભાગે અહીં કોઈ ઘૂસે જ નહીં. અને દિવસના ભાગે પણ લવરિયાઓ આવા સ્થળોએ એકાંતવાસ નો લાભ લઈ કળા ના કરે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેથી અનૈતિક કામો થતાં અટકી જાય.


પોલીસ તંત્ર દ્વારા અંગત રસ લઈ પેટ્રોલિંગ વધારી આવી પ્રવૃત્તિઓ કરનારા સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઇએ, અને ઐતિહાસિક સ્થળોએ થતાં અનૈતિક કામો અટકાવવા જોઈએ. અને સિનિયર સિટીઝન અને શહેરીજનોએ લાગણી અને માગણી ઉચ્ચારી છે. 


અહેવાલ : રોહિત પઢિયાર, ભૂજ

Post a Comment

0 Comments

close