કુકમા PHC દ્વારા જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાઓ માટે હેલ્થ કેમ્પ યોજાયો

Live Viewer's is = People

ભુજ તાલુકાના કુકમા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોખમી લક્ષણો ધરાવતી સગર્ભા માતાઓ માટે હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કુકમા


કુકમા PHC વિસ્તારના કોટડા ઉગમણા ગામમાં આવેલ ડિસ્પેન્સરી ખાતે જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાઓ માટે હેલ્થ કેમ્પ યોજાયો હતો. જેમા કોટડા ઉગમણા, કોટડા આથમણા, ચકાર, જાંબુડી, વરલી, થરાવડા ગામમાં આરોગ્યની તપાસ કરાઈ હતી. 

Shivam photo


આશા વર્કર બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જોખમી માતાને તમામ પ્રકારની તબીબી સુવિધા મળી રહે તેવું આયોજન કરાયું હતું. આ કેમ્પનો લાભ લગભગ ૪૨ જેટલી જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાએ લીધો હતો. ગર્ભાવસ્થા દરમિયાન રાખવામાં આવતી કાળજી અને પોષણ વિશે આરોગ્યકર્મીઓએ વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, આયુષ્માન કાર્ડ વિશે સમજ આપવામાં આવી હતી. 

સગર્ભા


આ ઉપરાંત સ્થાનિક MPW દ્વારા કોટડા ગામમાં મલેરીયા રોગનો પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મેલેરિયાના લક્ષણો ધરાવતા લોકોના લોહીમાં નમૂના લેવામાં આવ્યા હતા અને પાણી ભરેલા કુંડા, પાણીના ખાબોચિયા જેવા મચ્છર પેદા કરે તે સ્ત્રોતોને નાબૂદ કરવામાં આવ્યા હતા. આ કેમ્પ કુકમા પીએચસીના મેડિકલ ઓફીસરશ્રી ડૉ. પ્રિન્સ ફેફર અને આયુષ મેડિકલ ઓફીસર ડૉ. ધારા અજાણીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. અને કોટડાના સીએચઑ કીર્તિ બેન, સોનલ બેન, ડૉ. પ્રાચી, FHS , MPHS અને સ્થાનિક સ્ટાફ હાજર રહ્યો હતો.


અહેવાલ:- રોહિત પઢિયાર, ભૂજ

Post a Comment

0 Comments

close