રાપર તાલુકાના ઉમૈયામાં વહેલી સવારના અરસામાં રાપર તાલુકાના ઉમૈયા પાસે ફીલ્મી ઢબે અડધા કરોડની કીમતનો શરાબ ઝડપી પાડી ચૂંટણી દરમ્યાન શરાબની રેલમછેલ કરવાના કારસાને પોલીસે વીફળ બનાવ્યો છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતા તેને અનુલક્ષીને કાર્યવાહી કરવા માટે પોલીસ સક્રીય થઈ ગઈ છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટુકડીએ આજે વહેલી સવારના અરસામાં તાલુકાના ઉમૈયા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ મહારાષ્ટ્ર પાસીંગની એમ.એચ.50.એન. 3445 નંબરની ટ્રક પસાર થતા તેને રોકવાનો ઈસારો કરવામાં આવ્યો હતો.પરંતુ પોલીસને જોઈને આરોપી ચાલકે ટ્રક દોડાવી દીધી હતી. પોલીસે ટ્રકનો પીછો કરતા વહેલી સવારે માર્ગ ઉપર ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. આરોપી ટ્રક ચાલક ટ્રક મુકી નાસી ગયો હતો. તપાસ દરમ્યાન ટ્રકમાંથી ખાતરની બોરીઓ નીકળી પડી હતી. તેની પાછળ શરાબની બોટલો મળી આવી હતી.
ઝડપાયેલી ટ્રકમાંથી રૂ. 6.61 લાખની કીમતની મેકડોવેલ્સની 1764 બોટલો, રૂ. 5.50 લાખની કીમતની બ્લુઆઈની 1488 નંગ બોટલો, ઓરેન્જ વોડકાના 15.24 લાખની કીમતના 15024 નંગ કવાટરીયા, રોયલ બ્લુ બ્રાન્ડના રૂ. 14.40 લાખની કીમતના 14400 નંગ કવાટરીયા અને મેકડોલ્સના 2.35 લાખની કીમતના 2352 નંગ કવાટરીયા સહીત રૂ. 50.55લાખની કીમતનો શરાબ કબ્જે કરવામાં આવ્યો હતે તેમજ રૂ. 20 લાખની કીમતની ટ્રક પણ કબ્જે કરવામાં આવી હતી. આ જથ્થો કોણે મંગાવ્યો હતો. કયાંથી આવ્યો હતો તે સહીતની વિગતો મેળવવા ટ્રક નંબરના આધારે પગેરૂ દબાવ્યું છે. રાપર પોલીસ મથકે ગુનો નોંધાવાયો છે.
આ કાર્યવાહીમાં એલ.સી.બી. પી.આઈ એમ.એમ. જાડેજા, પી.એસ.આઈ. એસ.એસ. વરૂ, વી.આર. પટેલ, કર્મચારીઓ ખીમજી ઢીલા, વિનોદ પ્રજાપતિ, તાલીમ મલાવત, મહેન્દ્ર સોલંકી, રાજેશ પરમાર, ચંદ્રશેખર દવે, અંકિત ચૌધરી, રાજદિપસિંહ જાડેજા, લખમણ આહીર વિગેરે જોડાયા હતા. દરમ્યાન ઉમૈયા પાસે ઝડપાયેલા અડધા કરોડના શરાબના પ્રકરણમાં પોલીસેએક આરોપી હસમુખ કેશુભાઈ કોલી (પ્રાગપર)નો ઝડપી પાડયો હતો.
આ મામલે મહેન્દ્ર ઉર્ફે મેન્દીયો જીવણ કોલી, (રાપર) , દિપેન્દ્રસિંહ ઉર્ફે દિપુભા જયેન્દ્રસિંહ જાડેજા,(રાપર), શૈલેષ રાઘુ કોલી, શંકર કોલી (ખેડુકા તા.રાપર),બાઈક ચાલક, અક્ષય સંજય ગાવંડે, અને ઓમકાર પાટીલ સામે ફરીયાદ નોંધી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે
રિપોર્ટ : ગની કુંભાર, ધા ન્યુઝ ટાઈમ્સ,ભચાઉ
0 Comments