રાપર વિધાનસભા હેઠળના રાપર શહેર થી ગાંધીનગર (ગુજરાતના પાટનગર) રૂટની બસ સેવા ચાલુ કરવા રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.
પે.હે.લા.(૧) આ બસમ ચાલુ કરવાથી ઉત્તર ગુજરાતના ઘણાં કર્મચારીઓ અહી રાપર તાલુકામાં નોકરી કરતા હોઈ તેઓને તેમના વતનમાં તેમજ જાહેર જનતાને પ્રખ્યાત તીર્થ ક્ષેત્ર મહુડી જવામાં સરળ પડશે :સંતોકબેન ભચુભાઈ આરેઠીયા (ધારાસભ્યશ્રી રાપર)
રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ માન.પૂર્ણશભાઈ મોદી માન.વાહન વ્યવહાર મંત્રીશ્રી ગુજરાત રાજય તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી સુખરામભાઈ રાઠવા સહિત મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર તથા મેનેજીંગ ડાયરેક્ટશ્રી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી તથા વિભાગીય નિયામકશ્રી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી.સહિત કરછ કલેક્ટરશ્રી તથા ડેપો મેનેજરશ્રી રાપર સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ કે કરછ જીલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલ રાપર એ તાલુકાનું મુખ્ય મથક છે. જયા પાટનગરને જોડતી એકપણ બસ સેવા હાલના સમયમાં ઉપલબ્ધ ન હોઈ તેમજ આ રૂટ પરની બસ સેવા શરૂ થાય તો સમગ્ર વાગડ વિસ્તારના લોકોને સરકારી કચેરીના કામકાજ અર્થે જવામાં ખુબ અનુકુળતા રહે તેમ છે.ઉપરાંત ઉત્તર ગુજરાતના ઘણાં કર્મચારીઓ અહી રાપર તાલુકામાં નોકરી કરતા હોઈ તેઓને તેમના વતનમાં તેમજ જાહેર જનતાને પ્રખ્યાત તીર્થ ક્ષેત્ર મહુડી પણ આ રૂટ માં આવતો હોઈ જેથી લોકોને ઉપયોગી બનશે રા૫ર,રાધનપુર,મહેસાણા,વીજાપુર,મહુડી ચોક્ડી,ઇશ્વરપુરા ગાંધીનગર રૂટ વાળી બસ સવારે ૪ કલાકથી રા૫રથી નીકળે તથા સાંજે ૪.૦૦ ક્લાકે ગાંધીનગર થી રાપર જવા નીકળે તેવા સમય દરમિયાન નવી બસ સેવા ચાલુ કરવા રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ઉચ્ચ રજુઆત કરી હતી.
0 Comments