ભુજના નાગોર રોડ પર અજાણી વ્યકિતને વરસાદથી બચાવી ૧૦૮ ઇમરજન્સી ટીમે હોસ્પિટલ પહોંચાડી

Live Viewer's is = People



ગઈકાલે બપોરે ૩ વાગે ૧૦૮ ઈમરજન્સીને કોલ મળેલ કે, કચ્છમાં થયેલ મુશળધાર વરસાદને કારણે ભુજ નજીક નાગોર રોડ, પાંજરાપોળ વિસ્તારના વાડી વિસ્તારમાં એક અજાણી વ્યક્તિ ખેતર માં અર્ધબેભાન અવસ્થામાં પડેલ છે પરંતુ ખેતરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ જઈ શકે તેમ હતી નહી એટલે ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટી શૈલેષ રાઠોડ અને પાયલોટ હિરેન ચિત્રોડીયાએ તે ગામના સેવાભાવી દર્શનભાઈ રાજગોરની મદદથી ટ્રેક્ટરની વ્યવસ્થા કરાવીને ગામ લોકોનો સહયોગ લઈ જરૂરી સ્ટ્રેચર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે દર્દી સતત વરસાદમાં પડી રેહવાના કારણે ઠંડીથી ઠુઠવાઈ હાઈપરથરમીયાને કારણે અર્ધબેભાન થઈ ગયા હતા. જેથી ૧૦૮ સેવાના ડોકટરની સલાહ લઈ શરીરને ગરમાવો આપી પ્લાસ્ટિકથી કવર કરીને બોડી ટેમ્પરેચર કન્ટ્રોલ કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી જરૂરી સારવાર આપી જી.કે.જનરલ હોસ્પિટલ-ભુજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આમ ચોમાસામાં સેવા કરનારને સૌએ અભિનંદન આપ્યા હતા. આરોગ્ય અધિકારીશ્રીઓએ ટીમ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટી શૈલેષ રાઠોડ અને પાયલોટ હિરેન ચિત્રોડીયાને શાબાશી પાઠવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કચ્છમા છેલ્લા બે- ત્રણ દિવસ વરસાદે પોરો ખાધો નથી. અને સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. બિજી બાજુ કચ્છના નાના મોટા જળાશયો પણ ઓવરફ્લો થઈ ચુકયા છે. કચ્છના માંડવી ખાતે ૩૦ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે. જોકે તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમા રેડ એલર્ટ જારી કરવામા આવ્યું છે. 

Post a Comment

0 Comments

close