રાજપુત સમાજના સંત પુ. દેશળજી ભગતની નિર્વાણ તિથી નિમિત્તે મુંદ્રા ખાતે કાર્યક્રમો યોજાયા.

Live Viewer's is = People

શ્રી રાજપૂત સમાજના સંત એવા પ. પૂ. શ્રી દેશલજી ભગતની ૯૪મી નિર્વાણ તિથિ નિમિત્તે મુંદરા રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ. જેમાં બપોરે સત્યનારાયણની કથા અને સાંજે સંગીતમય શોભાયાત્રા તથા રાત્રે પ્રસાદ અને સંતવાણી જેવા કાર્યક્રમ રાખવામાં આવેલ હતા. પરમ પુજ્ય સંત શ્રી દેશલજી ભગતની શોભાયાત્રા વાજતે ગાજતે મુંદ્રાના ખારવા ચોક થી રાજપૂત સમાજ વાડી સુધી ધામધૂમ થી નિકળેલ હતી. જેમાં મુંદરા રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યમાં હાજર રહેલ હતા. આ ભવ્ય અવસરે મુંદરા ભાજપ પરિવાર તરફ થી કિશોરસિંહ પરમાર, પ્રમુખ, મુંદરા બરોઈ નગર પાલીકા, ડાહ્યાલાલ આહીર, ચેરમેન, મુંદરા બરોઈ નગર પાલીકા,  પ્રણવભાઈ જોશી, પ્રમુખ, મુંદરા શહેર ભારતીય જનતા પાર્ટી, પ્રકાશભાઈ ઠક્કર, મહામંત્રી મુંદરા ભાજપ તેમજ તેમની સમગ્ર ટીમ, આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહેલ. જેમનું સમાજના પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજપૂત સમાજના નવ નિયુક્ત હોદેદારો  પ્રમુખ મનોજભાઈ મોડ, ઉપ્રમુખ ધનજીભાઈ રાઉ, મંત્રી વિપુલભાઈ ચૌહાણ, અને તુષારભાઈ સોલંકી, ખજાનચી, રાજેશ ભાઈ ધલ અને શૈલેષભાઈ ઝાલા તેમજ યુવા સભ્યો પરેશ ધલ, અશ્વિન પરમાર, વિશાલ ભટ્ટી, ભરત પરમાર, હિરેન ભટ્ટી, દીપક સોલંકી, જીજ્ઞેશ રાઉ વગેરેએ જહમત ઉઠાવી હતી, 

વધુમાં મુંદ્રા રાજપૂત ના નવનિયુક્ત પ્રમુખ દ્વારા જાણવામાં આવ્યું હતું કે, આ વર્ષની જેમ દર વર્ષે પરમ પુજ્ય સંત શ્રી દેશળજી ભગત ની નિર્વાણ તિથિ નિમિત્તે શોભાયાત્રા, સંતવાણી જેવા કાર્યક્રમો રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, મુંદ્રા રાજપૂત સમાજમા હાલે થોડા સમય પહેલા જ નવનિયુક્ત હોદ્દેદારો ની નિમણુંક કરવામા આવી છે. જે નવનિયુક્ત હોદ્દેદારો આવતાની સાથે જ, સમાજના હિતમાં કાર્યો કરવાની શરુઆત કરવામા આવી રહી છે. ત્યારે મુંદ્રા રાજપૂત સમાજના મોવડીઓ એ પણ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ આપી, સમાજની કમાન સોંપી છે. જે નવનિયુક્ત હોદ્દેદારો આવનારા દિવસોમા સમાજલક્ષી કાર્યો કરી. સમાજને દરેક ક્ષેત્રે આગળ લાવવાની કોશીશ કરશે તેવું હોદ્દેદારોએ સર્વાનુમતે જણાવ્યું હતું. 

આપની આસપાસ બનતી ઘટનાઓને સમાચાર માધ્યમ દ્વારા વાચા આપો. આજે જ અમારો સંપર્ક કરો.

Post a Comment

0 Comments

close