Food corporation of India દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કચ્છ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ

Live Viewer's is = People

 


Food corporation of India દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કચ્છ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે જેમાં આ વિધાર્થીઓએ ઘઉંની ગુણવત્તા ચકાસવા માટે નવી ટેકનિક વિકસાવી છે. 29મી અને 30મી માર્ચ ખાતે ગુરુમુખી સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ ફૂડ સિક્યુરિટી કચેરીએ આ બંને વિદ્યાર્થીઓ જશે અને જો પસંદગી થશે તો આ ટેકનિક આખા ભારતમાં અપનાવવામાં આવશે. તેવું કચ્છ યુનિવર્સીટીના પ્રોફેસર ડો. વિજય રામ દ્વરા ધ ન્યુઝ ટાઇમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.

 

ખેતીપ્રધાન દેશ ભારતમાં સૌથી વધારે ઉત્પાદન ઘઉંનું થતું હોય છે અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તેના ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે તો ક્યારેક વરસાદ કે અન્ય હવામાનમાં થતાં ફેરફારોને કારણે ઘઉંની ગુણવત્તા ખાવાલાયક છે કે નહીં ? આ ઉપરાંત તે ઘઉં કેટલા વર્ષો જૂના છે તે ચકાસવા માટે મહત્વની પદ્ધતિને વિકસાવવા નવી દિલ્હી ખાતે આવેલી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની મુખ્ય કચેરી દ્વારા દેશભરની યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ પાસેથી નોંધણી મંગાવવામાં આવી હતી. જેમાં ફાઇનલ સ્ટેજમાં કચ્છ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે.

 


ઘઉંની ઉંમર, તે ઘઉં નવા છે કે જૂના ? તે જાણવા સંબંધિત રેપિડ ટેસ્ટ પદ્ધતિ વિકસાવી

કચ્છ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના કૌશિકી બેનરજી અને જય જોશી દ્વારા ઘઉં ની ઉંમર નવા છે કે જૂના તે જાણવા સંબંધિત રેપિડ ટેસ્ટ પદ્ધતિ સંશોધન અને પ્રયોગનાં માધ્યમથી જાણવા માટેની કેન્દ્રના તંત્ર એફસીઆઈ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પ્રયાસમાં તબક્કાવાર કસોટીઓ અને ઇન્ટરવ્યુ બાદ રાષ્ટ્રીય સ્તરે અંતિમ બે પદ્ધતિઓ માં પસંદગી પામી છે.

ઇન્સ્ટિટયૂટ ઓફ ફૂડ સિક્યુરિટી કચેરી ખાતે પ્રેક્ટીકલ પ્રદર્શન યોજવામાં આવ્યું છે

કચ્છ માટે ગૌરવની વાત એ છે કે, રાષ્ટ્રીય સ્તરની યોજાયેલ આ સ્પર્ધામાં સમગ્ર ભારત દેશમાંથી માત્ર બે જ ટીમો પસંદગી કરવામા આવી છે. અને ગુજરાતમાંથી માત્ર એક જ ટીમ પસંદ થઇ છે અને તે પણ કચ્છ યુનિવર્સિટીના છાત્રોની. 29મી અને 30 માર્ચના રોજ ગુરુમુખી સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ ફૂડ સિક્યુરિટી કચેરી ખાતે આ પદ્ધતિનો પ્રેક્ટીકલ પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને જો કચ્છ યુનિવર્સિટીના છાત્રોની આ પદ્ધતિની પસંદગી થશે તો કચ્છ યુનિવર્સિટીના છાત્રો દ્વારા શોધાયેલી પદ્ધતિ આખા ભારતમાં અપનાવવામાં આવશે જે કચ્છ માટે અનોખી સિદ્ધિ ગણાશે.

 


કચ્છ યુનિવર્સિટીના છાત્રો રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા

કચ્છ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ કૌશિકી બેનરજી અને જય જોશીને કચ્છ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.વિજય રામે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ ઉપરાંત ડોક્ટર વિજય રામે ધ ન્યુઝ ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "યુનિવર્સિટીના એનાલીટીકલ કેમેસ્ટ્રી વિભાગના સેમેસ્ટર-4 ના બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા છે. ગુજરાતમાં એકમાત્ર કચ્છના છાત્રો પસંદ થયા છે જે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, કચ્છ યુનિવર્સિટી અને કચ્છ માટે ગૌરવની વાત છે."

ગુરુગ્રામ સ્થિત કમિટી સમક્ષ કચ્છ યુનિવર્સિટીના છાત્રો રૂબરૂ ડેમોન્સ્ટ્રેશન આપ્યું.

ઘઉં કેટલા વર્ષ જૂના છે તેમ જ ઘઉંની ગુણવત્તા કેવી છે ? તેની ચકાસણી કરવા માટે પહેલા પણ અનેક પદ્ધતિનો ઉપયોગ થતો હતો. જે ખર્ચાળ હતી અને રિપોર્ટ આવતા પણ ઘણો સમય લાગતો હતો. ત્યારે ઘઉંની ગુણવતા તુરંત જ જાણી શકાય તેવી રેપિડ પદ્ધતિ વિકસાવવાનો હેતુ છે. આ 29મી અને 30મી માર્ચના રોજ ગુરુગ્રામ સ્થિત કમિટી સમક્ષ આ કચ્છ યુનિવર્સિટીના છાત્રો રૂબરૂ ડેમોન્સ્ટ્રેશન આપ્યો હતો. તથા કચ્છના બે છાત્રો સિવાય દેશમાંથી લુધિયાણાની સંશોધન સંસ્થા સીઆઈપીએચઈટીની પસંદગી પણ થઈ છે.

પ્રોજેક્ટ માટે પસંદગી થશે તો વિદ્યાર્થીઓને પાંચ લાખની સ્કોલરશીપ મળશે

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીઓએ કચ્છના ઘઉંના નમૂના લઇને છેલ્લા લગભગ દોઢ વર્ષથી મહેનત કરીને આ પદ્ધતિ વિકસાવી છે.જો કચ્છ યુનિવર્સિટીના છાત્રોની આ પદ્ધતિની અંતિમ પ્રોજેક્ટ માટે પસંદગી થશે તો વિદ્યાર્થીઓને પાંચ લાખની સ્કોલરશીપ મળશે ઉપરાંત આ ટેકનિક આખા ભારતમાં પણ અપનાવવામાં આવશે.

આપ પણ આપની આસપાસ બનેલી ઘટનાને સમાચાર મા પ્રસારણ કરવા માંગતા હોવ તો આજે જ અમારો સંપર્ક કરો.

Post a Comment

0 Comments

close