જીલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળઅભિયાન-૨૦૨૨ અભિયાનના પાંચમા તબક્કાનો નાના મોટા કુનરીયા નાના મોટા ગામેથી થયો પ્રારંભ

Live Viewer's is = People

 


વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે આજરોજ કચ્છના કુનરીયા નાના મોટા ગામે જિલ્લા કક્ષાનો સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨, ૬૬ કે.વી. કુનરીયા સબ સ્ટેશનનું ભૂમિપૂજન અને ભુજ તાલુકા કક્ષા પશુપાલન શિબિરના ત્રિવિધ કાર્યક્રમનો અધ્યક્ષસ્થાનેથી પ્રારંભ કરાવ્યો હતો.


આ ત્રિવિધ કાર્યક્રમમાં અધ્યક્ષીય પ્રવચનમાં અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, સરકારને વિકાસ કામમાં અવકાશ આપી સહયોગ કરીએ. જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાના વિકાસકામોની રજુઆત બાદ કામગીરીની પ્રક્રિયા માટે જનસહયોગ મહત્વનો હોય છે. નર્મદાના વધારાના મિલિયન એકર ફીટ પાણી માટે રૂ.૪૩૬૯ કરોડની કામગીરીને વહીવટી મંજુરી મળી છે. નજીકના ભવિષ્યમાં કામો સાકાર થશે. ત્યારે સૌ સરકારને વિકાસ કામનો અવકાશ આપીએ. આવનારા સમયમાં રૂદ્રમાતા ડેમ નોર્ધન કેનાલથી ભરાશે. તેમજ રૂદ્રમાતા ડીસીલ્ટીંગ માટે અંદાજે ૮૧૬૦૦૦ કયુબીક મીટરનું ખોદાણ લીધેલ છે. જેના પગલે અંદાજે ડેમમાં ૨૮.૮૨ MCFT નો સંગ્રહશકિતનો વધારો થવા પામશે.


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી એ પ્રથમવાર કચ્છમાં ખેડૂત શિબિરમાં આવી “પર ડ્રોપ મોર ક્રોપ” ની વાત કરી સિંચાઇથી સમૃધ્ધિની વાત કરી હતી. પ્રાકૃતિક ખેતી અને જીવામૃત દ્વારા ખેડૂતોને ૨૦૨૨ સુધીમાં સમૃધ્ધ કરવા પશુપાલક અને ખેડૂત શિબિરો મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. સરકારે નવી ટેકનોલોજીથી ઉત્તમ ખેતી માટે જે સુવિધા પુરી પાડી છે તેનો લાભ લઇ ઉન્નત બનો. પશુધન માટે સરકારે મોબાઇલ દવાખાના સારવાર સુવિધા વધારી છે તેમજ કચ્છમાં વેટનરી કોલેજ માટે બજેટમાં રૂ. કરોડ મંજુર થયા છે તેમજ રૂ.૨૦ કરોડના ખર્ચે અત્યાધુનિક બિલ્ડીંગ કાર્યરત થશે જેનો લાભ પશુપાલકો અને પશુઓને થશે.


Post a Comment

0 Comments

close