કચ્છની સિરક્રિક માથી ફરી પકડાઈ પાકીસ્તાની ફિશીંગ બોટ. BSF ભુજે સરક્રીક વિસ્તાર માંથી એક પાકિસ્તાની બોટને જપ્ત કરી
કચ્છની સિરક્રિક માથી અવાર નવાર પાકિસ્તાની ઘુસણખોરો ભારતમા આવવાનો પ્રયાસ કરે છે. હજુ થોડા દિવસો પહેલા જ ૧૧ જેટલી પાકીસ્તાની બોટ ઝડપાઈ હતી. તેના સમાચારોની શ્યાહી સુકાઈ નથી ત્યાં આજે રોજે માર્ચ 2022 ના રોજ, મોડી બપોરના સમયે, BSF ભુજ, શીરરક્રીક નજીક લખપતવારી ક્રીક પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે, કેટલાક પાક માછીમારો સાથે એક પાક ફિશિંગ બોટ જોઈ હતી.
પાકીસ્તાની માછીમારો સાથે એક પાક ફિશિંગ બોટ ની માહીતી મળતાની સાથે જ બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી લીધી. કાદવ અને કિચળવાળા વિસ્તારનો લાભ લઈને પાકિસ્તાની ઘૂસણખોરો પોતાની બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગી ગયા હોવાનો અનુમાન લગાવાઈ રહ્યો છે. બિએસએફને પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી ઝડપાયેલી વસ્તુઓમાં માછીમારીની જાળ, માછીમારીના સાધનો, ખાદ્યપદાર્થો, પીવાનું પાણી જેવા સાધનો હાથ લાગ્યા છે. તે સિવાય કશું સંદિગ્ધ ન મળ્યા હોવાનુ જાહેર કરાયું છે. જોકે BSF દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યું છે. અને વધુ શોધખોળ આદરી તાગ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હોવાનુ BSF ના જનસંપર્ક અધીકારી દ્વારા જાહેર કરવામા આવ્યું છે.
BSF દ્વારા આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને આ લખાય છે ત્યાં સુધી આ વિસ્તારમાંથી અન્ય કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. તેવું BSF ના જનસંપર્ક અધીકારી દ્વારા જાહેર કરવામા આવ્યું છે.
0 Comments