પુર્વ કચ્છમા ઘુડખર અભ્યારણમાં અવેદ્ય કબ્જા બાબતે વિવિધ સંસ્થાઓ દ્વારા ભચાઉ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.
હાલ ઘણા સમયથી રાપર તાલુકાનાં કાનમેર પાસે આવેલ ઘુડખર અભ્યારણમાં મીઠાંના અગરો અવેદ્ય રીતે ચાલી રહ્યાં છે.અને તે ચર્ચામા છે. એકબાજુ મિઠાના અગરો મા દબાણો હોવાનું જણાવાય છે અને આવેદન આપવામા આવે છે. ત્યારે અમુક લોકો મિઠા ઉદ્યોગની તરફેણમા આવેદનપત્ર આપી મિઠા ઉદ્યોગ બચાવવાની તરફેણમા આવેદન આપવામા આવ્યુ હતું. અને જણાવવામા આવ્યુ હતુ કે જો આ ઉદ્યોગો બંધ થાય તો સ્થાનિક લોકોની રોજગારી પર અસર પડે તેમ છે, ત્યારે આજે રાષ્ટ્રિય દલીત અધિકાર મંચ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દલીત વિકાસ ટ્રસ્ટ દ્વારા ભચાઉ પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રિય દલીત અધિકાર મંચના નિલ વિંઝોડાએ મિડીયા સમક્ષ વાત કરતા જણાવ્યુ હતું કે, જેટલી મંજુરી હોય તેનાથી વિશેષ ગેરકાયદેસર રીતે દબાણ કરી આ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. અને આવા દબાણો હાલે ઘુડખર અભ્યારણમાં પણ પ્રવેશી ચુકયા છે. અને તેમના પર કાર્યવાહિ કરવા માંગ કરાઈ છે.
વધુ માહિતી માટે આપ વિડીયો સમાચાર જોઈ શકો છો.
વિડીયો સમાચારો જોવા અહિં ક્લિક કરો
રિપોર્ટ : ગની કુંભાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભચાઉ
0 Comments