વન અને પર્યાવરણ મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રીએ સ્મૃતિવનની મુલાકાત લીધી

Live Viewer's is = People


વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને કચ્છના પ્રભારી મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ભુજીયા ડુંગરની તળેટીમાં આકાર પામી  રહેલ સ્મૃતિવનની મુલાકાત લીધી હતી. આ તકે બંન્ને મંત્રીશ્રીઓ સ્મૃતિવનની કામગીરીથી માહિતગાર થયા હતા. અને સ્મૃતિવનની કામગીરી ઝડપથી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીઓએ સ્મૃતિવનમાંજ નિર્માણ પામેલ મિયાવાકી વનની પણ મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિવનમાં ત્રણ લાખથી પણ વધુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીઓ સાથે સામાજિક અગ્રણીઓ શ્રી વિનોદભાઇ ગઢવી, શ્રી ભરતભાઇ સંઘવી નાયબ વન સંરક્ષક સર્વશ્રી સાદીક મૂંઝાવર, તુષાર પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ચિરાગ ડુડીયા ઉપસ્થિત રહ્યા હતા.




Post a Comment

0 Comments

close