શું તમને કોઈ સમસ્યા છે...? તો સ્વાગત કાર્યક્રમ મા કરો રજુઆત. જાણો સમગ્ર પ્રક્રીયા

Live Viewer's is = People

 



સ્વાગત કાર્યક્રમ એ શું છે.? કલેકટર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજવામા આવે છે જેમા જીલ્લાના રહેવાસીઓને નડતરરુપ પ્રશ્નો ની રજુઆતો કરી શકાય. સામાન્ય નાગરીક પણ આ કાર્યક્રમ મા પોતાની રજુઆત કરી પ્રશ્નો સરકાર સમક્ષ મુકી શકે છે. ગયા વર્ષે કોરોનાની ગંભીર પરીસ્થીતીઓ ના કારણે આવા કાર્યક્રમો મોકુફ રાખવામા આવ્યા હતા. કોરોના એ એપેડમીક પરીસ્થીતી નો નિર્માણ કરેલ, આ કોરોનાને અટકાવવા માટે સરકાર શ્રી ને ફરજીયાતપણે લોકડાઉન લગાડવું પડેલ હતું. જેની સીધી અસર સામાન્ય માણસના જનજીવન પર પડી હતી. અને આરોગ્ય તંત્ર સાથે વહીવટી તંત્ર પણ કોરોનાને નાથવા માટેના પ્રયત્નોમા જોડાયું હતું. જેથી સામાન્ય રીતે યોજાતા સ્વાગત કાર્યક્રમો મુલતવી રખાયા હતા.

 

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને મળેલ સૂચનાનુસાર કોવીડ –૧૯ પરિસ્થિતિના કારણે સ્વાગત કાર્યક્રમ યોજવામા  નહોતો આવતો. હાલે કચ્છ જીલ્લામા અને સમગ્ર ગુજરાત રાજ્યમા કોરોના ના કેસો નહિવત પ્રમાણ મા જોવા મળે છે. જેથી મહામારી કાબુમા આવી જતા અગામી નવેમ્બર –૨૦૨૧ માસથી સ્વાગત કાર્યક્રમો શરૂ કરવામાં આવે છે . જેના અનુસંધાને કચ્છમાં જીલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે રાબેતા મુજબ યોજાશે. જે અન્વયે પ્રજાજનોને લાગુ પડતા પ્રશ્નોની રજુઆત અહીંની કલેકટર કચેરીએ કરવા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે એમ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટરશ્રી અતિરાગ ચપલોત કચ્છ – ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.







Post a Comment

0 Comments

close