રાજ્યના અનુસૂચિત જનજાતિ (આદિજાતિ)ના યુવક-યુવતીઓ માટે ખાસ વાંચવા જેવું

Live Viewer's is = People

 


રાજ્યના અનુસૂચિત જનજાતિ (આદિજાતિ)ના યુવક-યુવતીઓ માટે આગામી

ડિસેમ્બર માસમાં માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસીય ખડક ચઢાણ તાલીમ કોર્સ યોજાશે

૧૫ થી ૩૫ વર્ષના ઇચ્છુક ઉમેદવારોએ તા. ૩૦ નવેમ્બર-૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે

ભુજ, સોમવાર;

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આગામી ડિસેમ્બર-૨૦૨૧માં માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસીય ખડક ચઢાણ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

રાજ્યના અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓ કે જેઓ  તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ  ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં   ભાગ લેવા ઇચ્છતા હોય તેવા યુવક-યુવતીઓએ પોતાના પૂરા નામ, સરનામા (આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ/શૈક્ષણિક સંસ્થાનું ઓળખ કાર્ડની પ્રમાણિત નકલ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ/લાઇટ બીલ/ગેસ બીલ/ટેલિફોન બીલમાંથી કોઇ એકની પ્રમાણિત નકલ જોડવી), જન્મ તારીખ (જન્મનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત/ વ્યવસાયની વિગત, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ ગાઇડ જેવી પ્રવૃત્તિઓ કે રમત-ગમતમાં ભાગ લીધો હોય તેની વિગત, વાલીનું સંમતિપત્ર, શારીરિક તંદુરસ્તી અંગેનું ડોક્ટરનું પ્રમાણપત્ર, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ અનુસૂચિત જનજાતિ અંગેના પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે.

આ માટે રસ ધરાવતા યુવક-યુવતીઓએ ઉક્ત જણાવેલી વિગતો સાથે તા.૩૦/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી છોટા ઉદેપુર, એફ-પ, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, છોટા ઉદેપુર-૩૯૧૧૬૫ને અરજી મોકલવાની રહેશે.  પસંદગી સમિતિ દ્વારા યોગ્યતાના આધારે ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરી તેમને આ અંગે જાણ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

 


Post a Comment

0 Comments

close