જો આમ કરશો તો તરત મળશે તમારી બાઈક માટે વીઆઈપી નંબર, શું તમે જાણ્યું...?

Live Viewer's is = People

 

મોટર સાઈકલ હવે સામાન્ય બની ગઈ છે, લગભગ દરેક ઘરોમા જરુરીયાતનો સાધન પણ બની ગઈ છે, હાલે વધતા જતા પેટ્રોલ ના ભાવો ના કારણે કાર ખરીદીમાં આંશીક ઘટાડો આવ્યો છે. અમુક બાઈક માલીકો એવા પણ હોય છે જેમને પોતાના વાહન માટે વી આઈ પી નંબરો જોઈતા હોય છે. જેમ કે, પોતાની જન્મ તારીખ, લગ્ન તારીખ કે પછી પોતાનો લક્કિ નંબર લે છે. અને પોતાના વાહન ના નંબરો માટે ખાસ રજીસ્ટ્રેશન નંબર લઈ તેની નંબર પ્લેટ લગાડે છે. મોટર સાઈકલ ચાલકો આવા પસંદગીના નંબરો માટે પડાપડી પણ થતી હોય છે. આપણે ગમતો નંબર અન્ય લોકોને પણ મનગમતો હોય છે. આવા નંબરો લેવા માટે પડાપડી ન કરવી હોય તો નીચે જણાવેલ પ્રક્રીયા ને અનુસરો જેથી આપને યોગ્ય સમયે વીઆઈપી નંબર આસાની થી મળી રહે.

કચ્છ જીલ્લાના ટુ વ્હીલર(મોટર સાયકલ) વાહન ચાલકો માટે પસંદગીના નંબર મેળવવા GJ-12-EL- 0001 TO 9999 ની સીરીઝમાં બાકી રહેલ સિલ્વર ગોડન નંબર માટે રીઓકશનની ઓનલાઇન પ્રક્રિયા અરજી કરવા માટે શરૂ કરવામાં આવેલ છે. જેથી બાકી રહેતા પસંદગીના નંબર મેળવવા માંગતા અરજદારો સીલ્વર તથા ગોલ્ડન નંબર માટે ઓનલાઇન અરજી કરી શકશે. 

તેમજ નવી સીરીઝ મા પણ  સીલ્વર અને ગોલ્ડન નંબરમાં પસંદગીના નંબર મેળવવા માંગતા વાહન માલિકોએ ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૨૩/૧૧/૨૦૨૧ થી તા.૨૭/૧૧/૨૦૨૧ અને ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૮/૧૧/૨૦૨૧ થી ૨૯/૧૧/૨૦૨૧ના બપોરના વાગ્યા સુધી તેમજ ઈ-ઓકશનનું પરિણામ તા.૨૯/૧૧/૨૦૨૧ના બપોરના વાગ્યા પછી રહેશે. 

     ઓનલાઇન ઓકશનમાં ભાગ લેનાર અરજદારે http:/parivahan.gov.in/parivahan/ પર નોંધણી, યુઝર આઇ.ડી., પાસવર્ડ મેળવવાનો રહેશે તેમજ સદર વેબસાઇટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-(સાત) ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનો રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. આ માટેની વિગતવાર સૂચનાઓ Appendix-A ઉપર આપેલ છે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.




Post a Comment

0 Comments

close