વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ અંતર્ગત પશ્ચિમ કચ્છમાં બીચ સફાઇ પ્રોગ્રામ, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા વિવિધ કાર્યક્રમો યોજાયા

Live Viewer's is = People

બીચ સફાઈ કાર્યક્રમ અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગ હસ્તક આવેલ માંડવી રેન્જના સ્ટાફ દ્વારા માંડવી દરિયાકિનારે પ્લાસ્ટિક રીમુવલ તથા નકામો કચરો નાશ કરી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ. તેમજ લોકોને જીવસૃષ્ટિની જાળવણી બાબતે સમજ આપવામાં આવી હતી.

ચિત્ર સ્પર્ધા અંતર્ગત વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૧ ઉજવણી નિમિતે માંડવી રેન્જ હસ્તક નાગ્રેચા અને બાડા પ્રાથમિક શાળા, વનચેતના કેન્દ્ર, ભુજ ખાતે અને દયાપર ઉતર રેન્જ હેઠળ ઘડુલી પ્રાથમિક શાળા તેમજ નલીયા ઉતર, નખત્રાણા પૂર્વ રેન્જ હેઠળ સુખપર રોહા પ્રાથમિક શાળા મધ્યે વન્યજીવ વિશે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવેલ તેમજ એલ.એ.ડી. દ્વારા વન્યપ્રાણી તેમજ વન્યસૃષ્ટિ વિષે સમજ અપાઈ હતી.
વકૃત્વ સ્પર્ધા તેમજ વન સંપતિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃતિ અભિયાન અન્વયે વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ ઉજવણી નિમિતે નલીયા દક્ષિણ રેન્જ દ્વારા ભાનાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વન સંપતિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃતિ અને સમજ આપવામાં આવી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નલિયા ખાતે વકૃત્વ સ્પર્ધા તેમજ વન સંપતિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃતિ અભિયાન આયોજન કરવામાં આવેલ અને ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવેલ હતા.
વન સંપતિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ ઉજવણી નિમિતે નખત્રાણા પશ્ચિમ રેન્જ હેઠળ નખત્રાણા રેસ્ટ હાઉસ ખાતે શાળાના વિદ્યાર્થીઓને તેમજ ગામલોકોને વન સંપતિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃતિ અને સમજ આપવામાં આવી. તેમજ વન્યપ્રાણીને લગત પુસ્તકોનું વિતરણ કરાયું હતું.
વન્યપ્રાણી સંરક્ષણ તથા સંવર્ધન બાબતે લોકજાગૃતિ કાર્યક્રમ અન્વયે વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ ઉજવણી નિમિતે દયાપર દક્ષિણ રેન્જ હેઠળ માતાના મઢ રેસ્ટ હાઉસ ખાતે ગામલોકોની હાજરીમાં વન્યપ્રાણી સંરક્ષણ તથા સંવર્ધન બાબતે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. દયાપર રેન્જના સ્ટાફ દ્વારા લોકોને વન સંપતિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃતિ અને વન્યપ્રાણીઓ અને વન સંપદાનું જતન કરવું એ આપણી ફરજ છે એ બાબતે સમજ આપવામાં આવી હતી.
Post a Comment

0 Comments

close