તારક મહેતા ફેમ નટુકાકાએ ફાની દુનિયા છોડી, સમગ્ર ટીમ શોકમાં ગરકાવ

Live Viewer's is = People


તારક મહેતા સીરિયલમાં નટુકાકા અને ગડા ઈલેક્ટ્રોનિક્સના મેનેજર એવા નટુકાકાથી જાણીતા બનેલા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીના કારણે નિધન થયું છે.આજે મુંબઈમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. ઘનશ્યામ પ્રભાકર નાયકને ગુજરાતી મૂળના જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકારની સાથે 'મુંબઇનો રંગલો' તરીકે પણ ઓળખવામાં આવે છે. 8 વર્ષની ઉમરથી અભિનયની શરૂઆત કર્યા બાદ રંગભૂમિ તેમજ ભવાઇ ઉપરાંત એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે. સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તેઓએ નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું પાત્ર ભજવ્યું છે. તેઓ વર્ષોથી રંગભૂમિના 'રંગલો' શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા હતા. 


https://twitter.com/AsitKumarrModi/status/1444649630747140098?s=19

ગત વર્ષે ઘનશ્યામ નાયકે ગળાનું ઓપરેશન કરાવ્યું હતું. જેમાં 8 ગાંઠ કાઢવામાં આવી હતી. સતત ટ્રીટમેન્ટ બાદ તેમની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો હતો. આ પછી તેઓએ કામ કરવાનું શરૂ કર્યું ત્યાં જ આ વર્ષે એપ્રિલમાં તેમને કેન્સર ડિટેક્ટ થયું હતું. તે સમયથી સતત તેની સારવાર લઈ રહ્યા હતા. આ લાંબા સમયની બીમારી બાદ આજે તેમનું નિધન થયું છે.

તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું, જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. ઘનશ્યામ નાયકે કારકિર્દીમાં કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. કારકિર્દીના શરૂઆત પાનેતર નાટકથી કરી હતી.

Post a Comment

0 Comments

close