તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

આનંદો હવે કચ્છની મહીલાઓને પણ મળશે સબસીડી વાળી લોન, આજે જ જુઓ કેવી રીતે મળશે આ લોન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 



ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને સબસિડાઈઝડ લોન મળશે. ઔદ્યોગિક ક્ષેત્રે આગળ આવવા ઇચ્છતી મહિલાઓ માટે ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા રૂ. લાખ સુધીની સબસિડાઇઝડ લોન મળવાપાત્ર છે, જે મેળવવા માટે મહિલાઓને અનુરોધ કરવામાં આવે છે. પરંપરાગત કે બિનપરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ માટે જરૂરિયાત મુજબની સહાય પુરી પાડવા માટે મહિલા સ્વાવલંબન યોજના અન્વયે લોન આપવામા આવે છે.


કયા વ્યવસાય માટે અપાશે લોન..?

એન્જીનીયરીંગ, કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન, ટેકસટાઇલ, પેપર પ્રિન્ટીંગ, સ્ટેશનરી, પ્લાસ્ટિક, ખેતપેદાશ આધારિત ઉદ્યોગ, ગૃહ અને હસ્તકલા, ડેરી, ગ્લાસ અને સીરામિક, ચર્મ, ઇલેકટ્રિક વગેરે જેવા વિવિધ ઉદ્યોગોમાં મહિલાઓને પગભર કરવા માટે આ લોન આપવામા આવશે

કેટલી રકમની લોન આપવામા આવશે..?

મહીલાઓને પગભર થવા માટે મહત્તમ રૂ. લાખ સુધીની લોન આપવામા આવે છે. જે લોન ઉપર ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રોજેકટ કોર્સના ૧૫ ટકા પ્રમાણે વધુમાં વધુ રૂ. ૩૦ હજારની સબસિડી આ યોજના અન્વયે આપવામાં આવે છે.

શેના માટે અપાય છે આ લોન..?

કાચો માલ, ફર્નિચર અને મશીનરીની ખરીદી માટે તથા અન્ય ૩૦૭ જેટલા વ્યવસાયો માટે પણ આ લોન આપવામાં આવે છે. ૧૮ થી ૫૦ વર્ષની વયની ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ,૨૦,૦૦૦ ની અને શહેરી વિસ્તારમાં રૂ. ,૫૦,૦૦૦ ની આવક મર્યાદા ધરાવતી બહેનોને આ યોજનાનો લાભ મળી શકે છે.

લોન મેળવવા માટે ક્યાં સંપર્ક કરવો..?

આ યોજનાનો લાભ લેવા માંગતી બહેનોએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૦૮, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ ફોન નં – ૦૨૮૩૨-૨૩૦૦૧૦ નો જરૂરી આધાર પુરાવા સાથે સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવે દ્વારા જણાવાયું છે.

આ સમાચારો પણ વાંચો

વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ અંતર્ગત પશ્ચિમ કચ્છમાં  બીચ સફાઇ પ્રોગ્રામ

તારક મહેતા ફેમ નટુકાકાએ ફાની દુનિયા છોડી

નેત્રા પાસે થી તાજુ જન્મેલું બાળક બાવળોની ઝાડી માંથી ત્યજયેલું મળી આવ્યું

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ