નખત્રાણા ના નેત્રા પાસે થી તાજુ જન્મેલું બાળક બાવળોની ઝાડી માંથી ત્યજયેલું મળી આવ્યું

Live Viewer's is = People


વિરા દેણ હોય પણ મા દેણ હોય...?? આવા સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા હતા જ્યારેન ખત્રાણા તાલુકાના નેત્રા ગામે થી તાજું જન્મેલું બાળક મળી આવ્યું. નેત્રા થી બાડીયા જતા રોડ પર બાવળની કાંટાળી જાડિયો માં પડેલ બાળક મળી આવ્યો.કચ્છ જિલ્લા ના નખત્રાણા તાલુકાના નેત્રા બાંડિયા રોડ પર મંદિરની પાછળ ડુંગરોમાં આવેલી કાંટાળી ઝાડીઓમાં બાળક મળી આવ્યું. ત્યજેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું ત્યારે રૂંવાડા ઊભા થઈ જાય.બાળકની ઘરમાં જ ડિલિવરી કરી ને પ્લેસંટા સાથે કોઈ ત્યજી ગયું હતું. સરપંચ પુત્ર દ્વારા ઇજાગ્રસ્ત બાળકને નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર બાદ વધુ સારવાર માટે બાળકને ભુજ ખસેડાયું.

ત્યજાયેલ બાળક દીકરો હોવાથી આ ભ્રુણ હત્યા નહિ પણ કુંવારી માતાનું અંશ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.બાળક ના જન્મ ના માત્ર એક જ કલાકમાં બાળકને તરછોડી દેવાયું હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે, તેવી કહેવત અહી ચરિતાર્થ થઈ છે.

રિપોર્ટ : જયંતીલાલ વાઘેલા, ધ ન્યુઝ ટાઈમ્સ, નખત્રાણા
Post a Comment

0 Comments

close