નલીયા પોલીસ જુગારીઓ પર ત્રાટકી, તેરા ગામ માથી છ જુગારીઓ પોલીસ પકડમા આવ્યા

Live Viewer's is = People

 


નલીયા પોલીસ જુગારીઓ પર ત્રાટકી, તેરા ગામ માથી છ જુગારીઓ પોલીસ પકડમા આવ્યા. નલીયા પોલીસના હેડ કોન્સટેબલ તરુણ પટેલ સહિતની પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ સુત્રો માથી આ જુગારીઓની બાતમી મળી આવી હતી. મળેલી બાતમી વાળી જગ્યાએ તેરામા કોલી વાસમા લધા કોલીના મકાનના આંગણામા ખુલ્લી જગ્યામા ગંજીપાના વડે હારજીતનો જુગાર રમાતો હતો, પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી નીચે મુજબના છ જેટલા આરોપીઓને રૂપીયા ૪૮૫૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી, જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુંહો નોંધવામા આવ્યો છે.અને આગળની તપાસ હાથ ધરી છે,

ઝડપાયેલ આરોપીઓ

(૧) અલુ જુસા કોલી ઉ.વ-૩૨ ધંધો- મજુરી રહે-બાંભડાઇ ફળીયુ નલીયા તા-અબડાસા-કરછ

(૨) હસણ જુસબ ઓઢેજા ઉ.વ-૪૦ ધંધો-મજુરી રહે-લાખણીયા ,તા.અબડાસા

(૩) ફકીર ઇબ્રાહીમ લોધરા ઉ.વ-૪૯ ધંધો- ખેતમજુરી રહે- દખ્મણુ ફળીયુ તેરા તા-કરછ

(૪) કાસમ મંધરા ઉ.વ-૩૦ ધંધો-મજુરી રહે-કાળા તળાવ,તા.અબડાસા

(૫) ઇસ્માઇલ આમદ મંધરા ઉ.વ-૨૬ ધંધો- મજુરી રહે-કાળા તળાવ,તા.અબડાસા

(૬) ઇશાક આમદ મંધરા ઉ.વ-૪૦ ધંધો-મજુરી, રહે-કાળા તળાવ,તા.અબડાસા

 

જુગાર ધારાના આ દરોડામા પો.હેડકોન્સ તરૂણ એલ પટેલ, પો.કોન્સ અશોકકુમાર ડી પટેલ, અનોપસિંહ એસ. વાઘેલા, પરબતભાઇ એમ ચૌધરી, મનીષ કે ગઢવી એ કામગીરી કરી હતી. જેની તપાસ પો.હેડ કોન્સ તરૂણભાઇ એલ પટેલ ચલાવી રહ્યા છે.

રિપોર્ટ :- કિશોર ભાનુશાલી, નલીયા

Post a Comment

0 Comments

close