પત્રકાર મુસ્તુફા સુમરા દરેક સમજના નાના મા નાના વ્યક્તી ને મદદગાર બને છે અને એના પર આવુ દુસક્રુત્ય થાય તે દુ:ખ નો વિષય છે. તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પ્રભાત વિંજોંણા દ્રારા તા. 28/07/2021 ના રોજ પત્રકાર મુસ્તુફા સુમરા સાથે ગેર વર્તન કરેલ તથા ધાક ધમ્કિ આપેલ જેના વિરૂધ કાયદેસરની કાર્યવાહિ કરવામા આવે તેવી માંગણી કરાઈ છે.
દેવભુમિ દ્રારકા ના જામ ખંભાલીયા તાલુકા તાલુકા પંચાયત કચેરીમા પત્રકાર મુસ્તુફા સુમરા સાથે તા. 28/07/2021 ના તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પ્રભાત વિંજોંણા દ્રારા તાલુકા પંચાયત કચેરી ને પોતાની જાગીર સમજતા હોય તેમ તાલુકા પંચાયત કચેરી ના પરીસર મા રહેલા ટેબલ પર ડોન ની જેમ પગ ઉપર પગ ચડાવીને કેહવામા આવ્યુ કે, “તારાથી થાય તે કરીલે અને તારા હોય એટલા લોકોને બોલાવી લે ભાઈડો અહિયા એકલો જ બેઠો છે? તથા ત્યા પહોંચેલા અન્ય પત્રકાર મિત્રો ને તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પ્રભાત વિંજોંણા દ્રારા બહુ કટાક્ષ શબ્દોમા જણાવેલ કે, “ તાલુકા પંચાયત કચેરી અમારી છે, અમે ગમે તેમ કરીએ, આપ અમોને કોઈ પ્રશ્નો ના પુછી શકો અને હવે તાલુકા પંચાયત કચેરીમા પ્રવેશ મેળવતા પહેલા અમારી રજા લેવી, જો રજા સિવાય આવ્યા તો મજા નહિ આવે”
પત્રકાર મુસ્તુફા સુમરા સાથે આવું ખરાબ વર્તન અસહ્ય હોય તથા ભારત માં લોકશાહી ને જીવંત રાખવા માટે લોકશાહિ ના ચોથા સ્થંભના પ્રહરીઓ સતત જીવના જોખમે સમાચારો લોકો સુધી પહોચાડે છે દેશ ની અંદર નાના માં નાના લોકો નો અવાજ બની ને કાર્ય કરે છે ત્યારે તેને બંધારણે આપેલા સવાલ પૂછવા ના હક ને લઈને કોઈ વ્યક્તિ દ્રારા સરા જાહેર ધમ્કિ આપવાનું ક્રુત્ય કરવું એ લોકશાહિ માટે ખતરા સમાન છે, લોકોની સમસ્યા નુ નિવારણ કરતા કરતા અમો પત્રકાર આજે સમસ્યાનો ભોગ બનેલા છિએ.
તેમજ તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પ્રભાત વિંજોંણા દ્રારા આપેલ ધાક ધમ્કિ વિરૂધ કાયદેસર ની કાર્યવાહિ કરવામા આવે. અને પ્રભાત વિંજોંણા દ્રારા જણાવેલ કે રજા સિવાય તાલુકા પંચાયત કચેરીમા આવવુ નહિ આ કથનની યોગ્ય કારદેસરની કાર્યવાહિ કરવામાં આવે, તેમજ તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પ્રભાત વિંજોંણા ની ખાતાકિય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે દેવભૂમિ દ્રારકા જિલ્લા ના પત્રકારો તથા વિવિધ સામાજીક સંસ્થા ઓ તેમજ કોંગ્રેસ સાથે મળી ને દેવભૂમિ દ્રારકા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવીને વહેલી તકે કાયદેસર ની કાર્યવાહિ કરવા માંગ કરી હતી.
તેમજ સુપ્રિમ કોર્ટ દ્રારા જણાવેલ કે ઝડપી ન્યાન મેળવવો એ આર્ટીકલ ૨૧ માં જણાવ્યા મુજબ જીવન જીવવા અને સ્વાતંત્રતાના મુળભૂત અધિકારોનો અભિન્ન ભાગ છે, જેથી અમોને ટુક સમયમા ન્યાય આપવા વિનંતી છે અંત મા તેવુ પત્રકાર મુસ્તુફા સુમરા એ જણાવ્યુ હતુ
0 Comments