શ્રીજી હેલ્પ સેન્ટર ભચાઉના મોહનભાઈ મેરિયાના જન્મ દિવસે કરાઈ આ કામગીરી

Live Viewer's is = People



શ્રીજી હેલ્પ સેન્ટર દ્વારા અનેકવિધ રીતે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે, બીમાર વ્યક્તિઓને મદદ કરવી, ભૂખ્યાને ભોજન આપવું, આશ્રમ માં શાળાઓના વિદ્યાર્થીઓને નોટબુક આપવી એવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે.પૂર્વ કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માં શ્રીજી હેલ્થ સેન્ટરનું નામ મોખરે છે. જે સમાચારોના માધ્યમથી અવારનવાર આપણે જોતા હોઈએ છીએ


આજરોજ શ્રીજી હેલ્થ સેન્ટરના પ્રમુખ મોહનભાઈ મેરીયા નો જન્મદિવસ હતો તેમના જન્મદિવસ ના શુભ અવસર પર  ભચાઉ નગરપાલિકાના સહકાર થી ભચાઉ ખાતેના તમામ ટેક્ષી ડ્રાઇવર ના પ્રધાનમંત્રી સુરક્ષા જીવ વીમાના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરેલ જેમાં ભચાઉ શહેર ભાજપના પ્રમુખશ્રી ઉમિયાસંકર જોશી સથા સામાજિક અગ્રણી વિરજીભાઈ દાફડા તથા તમામ ટેક્ષી ડ્રાઇવરો ઉપસ્થિત રહેલ. તે સિવાય ભચાઉના રાહદારીઓને કોરોનાથી રક્ષણ આપતા માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યું હતું .

ધ ન્યુઝ ટાઈમ્સ પરિવાર પણ શ્રીજી હેલ્પ સેન્ટરના પ્રમુખ મોહન મેરિયાને જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવે છે.




Post a Comment

0 Comments

close