ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં થયા ધરખમ ફેરફારો, કચ્છના નવા કલેકટર તરીકે આવ્યા આ અધિકારી

Live Viewer's is = People


ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થયા છે. રાજ્ય સરકારે આજે 77 જેટલા IAS અધિકારીની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ અગાઉ 9 જૂનના રોજ મોડી રાતે 26 IAS અધિકારીઓની બદલી કરવામાઆવી હતી

કોરોના મહામારીની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યાં છે.

કચ્છ કલેકટર પ્રવિણા ડી કે ને પંચમહાલ ગોધરા ખાતે બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ છોટા ઉદેપુરના મયાત્રા ને નિમણુંક કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલાં જ રાજ્ય સરકારે મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો છે.



મહિસાગરના કલેક્ટર આર.ડી.બારડને વડોદરાના કલેક્ટર બનાવાયા

રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર બનાવાયા

એમ.એ.પંડ્યાને દ્વારકા જિલ્લાના કલેક્ટર બનાવાયા

નવસારીના કલેક્ટર અગ્રવાલને રાહત કમિશનર બનાવાયા

જામનગરના કલેક્ટર રવિ શંકરને સરદાર સરોવર નિગમના ચેરમને અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહિવટદાર બનાવાયા

અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલિપ કુમારન રાણાને આદિજાતિ વિકાસ વિભાગના કમિશનરનો સંપૂર્ણ ચાર્જ સોપાયો

આણંદના કલેક્ટર આર.જી. ગોહિલને ગીરસોમનાથના કલેક્ટર બનાવાયા

સુરતના કલેક્ટર ધવલકુમાર પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા

રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેક્ટર તરીકે બદલી

એમ.વાય દક્ષિણી મહેસાણાના ડીડીઓની આણંદના કલેક્ટર તરીકે બદલી

ડૉ.રત્નાકંવરની ગાંધીનગર મનપા કમિશનરમાંથી સર્વ શિક્ષા

અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બદલી

કચ્છ-ભૂજના કલેક્ટર પ્રવિણા ડી.કેની પંચમહાલ-ગોધરા કલેક્ટર તરીકે બદલી

દાહોદ કલેક્ટર વિજય ખરા઼ડીની જામનગર મનપા કમિશનર તરીકે બદલી

પાટણના ડીડીઓ ડી.કે. પાખેની વડોદરા મનપાના રિજનલ કમિશનર તરીકે બદલી

દેવભૂમિ દ્વારકાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીણાની અરવલ્લી મોડાસાના કલેક્ટર તરીકે બદલી

રાજકોટના ડે.મનપા કમિશનર પ્રજાપતિની આણંદના ડીડીઓ તરીકે બદલી

ખેડા નડિયાદના ડીડીઓ કેલ. બછાનીની ખેડા નડિયાદ કલેક્ટર તરીકે બદલી

ગીરસોમનાથના કલેક્ટર અજય પ્રકાશની સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગના ચીફ પર્સનલ ઓફિસર તરીકે બદલી

જૂનાગઢના કલેક્ટર ડૉ.પારધીની જામનગરના કલેક્ટર તરીકે બદલી

અમરેલીના કલેક્ટર આયૂષ ઓકની સુરતના કલેક્ટર તરીકે બદલી

સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશની ગૃહ વિભાગના સંયુક્ત સચિવ તરીકે બદલી

છોટાઉદેપુરના કલેક્ટર મયાત્રાની કચ્છભૂજના કલેક્ટર તરીકે બદલી

ડાંગના ડીડીઓ વઢવાણિયાની કલેક્ટર તાપી તરીકે બદલી

પીજીવીસીએલના એમડી શ્વાત તેઓતિયાની અરવલ્લી મોડાસાના ડીડીઓ તરીકે બદલી

અરવલ્લી મોડાસાના કલેક્ટર ઓરંગાબાદકરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી



Post a Comment

0 Comments

close