કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહેલા સરકારી હોસ્પિટલના ડોક્ટર ના પ્રશ્ન નહી ઉકેલાતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

Live Viewer's is = People


કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહેલા સરકારી હોસ્પિટલના ડોક્ટર ના પ્રશ્ન નહી ઉકેલાતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજયભરની સરકારી હોસ્પિટલોમાં ઇન સર્વિસ ડોક્ટરોના પ્રશ્નો નો લાંબા સમયથી ઉકેલ આવતો નથી છેલ્લા પાંચ વર્ષથી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોએ અનેક વખત આંદોલન કર્યા આવેદનપત્ર આપવા સહિતની રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી પ્રશ્ન નહી ઉકેલાતા તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાના સરકારી હોસ્પિટલોના ડોક્ટર દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટરોના પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર સહિત અન્ય સંબંધિત વિભાગોને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે ઈન સર્વિસ ડોક્ટરોને કેન્દ્રના સાતમા પગાર પંચ મુજબ 1.1.2016 થી NPA  આપવામાં આવ્યું નથી આ મુદ્દે અનેક રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ આવી રહ્યો નથી કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીઓને છઠ્ઠા પગાર પંચમાં એન્ટ્રી પેમાં અન્યાય થયો છે સાતમા પગાર પંચ મુજબ લાભ અપાયો નથી  આરોગ્ય અધિકારીઓની સ્પેશિયલ સૂચના સેવા સળંગ ના આદેશ કરવા જોઈએ તેમજ વર્ગ- ની સેવા સળંગ ગણવી જોઈએ તબીબી અધિકારીઓ માટે અનુસ્નાતક કક્ષાએ ૨૫ ટકા બેઠકો અનામત રાખવી જોઈએ કમિશનર કચેરી ખાતે અધિક નિયામક અને સંયુક્ત નિયામક સહિત અન્ય જગ્યાઓ ચાર્જ માં ચાલે છે જે કાયમી અધિકારીની નિમણૂક થતી નથી. પાત્રતા ધરાવતા ઇન સર્વિસ ડોક્ટરોને પ્રમોશન આપવામાં આવતા નથી ટીકકુ કમિશન મુજબના લાભો નિયમિત આપવા જોઈએ મળવાપાત્ર ચુકવાયેલા  H.R.A અને N.P.A ના નાણાં  વસૂલવાનું બંધ થવું જોઈએ ડોક્ટરોને વિના કારણે દૂરના સ્થળોએ પ્રતિનિયુક્તિ ના ધોરણે નિયુક્તિ પર અંકુશમાં મૂકવો જોઈએ જેવી વિવિધ  પ્રકારની માંગણી સાથે તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લા ના સરકારી હોસ્પિટલ ના ડોકટરો દ્વારા નર્મદા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તમામ ડૉક્ટરોએ તારીખ 15 સુધી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શિત કરશે અને સમસ્યાઓનો વહેલી તકે નિકાલ લાવવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી આપવામાં આવી છે.

રિપોર્ટ: વસીમરાજા મેમણ, ધ ન્યુઝ ટાઇમ્સ, તિલકવાડા

વિડીયો સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments

close