કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાસ્તરીય વિડીયો કોન્ફરન્સથી અમલવારી બેઠક વર્ષાઋતુ ૨૦૨૧ના આગોતરા આયોજન અને તકેદારીની બેઠક યોજાઇ

Live Viewer's is = People



આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાસ્તરીય વર્ષાઋતુ ૨૦૨૧ના આગોતરા આયોજન અને તકેદારીની વિડીયો કોરન્ફરન્સના માધ્યમથી અમલવારી બેઠક યોજાઇ હતી.

પ્રિ-મોન્સુન પ્લાન ૨૦૨૧ની પૂર્વ તૈયારી રૂપે કલેકટરશ્રી અને નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાએ જિલ્લા અને તાલુકાઓ તેમજ તાલુકાના ગામડાઓમાં વરસાદ, વાવાઝોડું કે કોઇપણ પ્રકારની આફતો આવે ત્યારે જે તે વિસ્તારમાં અગમચેતીથી સાવચેતીના પગલાં લેવા માટે સાધન ચકાસણી, તકેદારી, બચાવની કામગીરી જેવા કે સંદેશા વ્યવહારના માધ્યમો, જી.એસ.ડી.એમ.એ.ના બચાવના સાધનો, પુર રાહત સબંધે તાલુકાકક્ષાએ પણ કન્ટ્રોલરૂમ કાર્યરત કરવા, પોલીસની કામગીરી, સિંચાઇ વિભાગ દ્વારા ડેમોની સ્થિતિ અને આગોતરી તૈયારી, કેનાલ સફાઇ, પાણી પુરવઠાની તૈયારી, રોડ રસ્તાની મરમંત અને સાઈન બોર્ડ, વન વિભાગની કામગીરી, રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય શાખાની તૈયારી, મત્સ્ય ક્ષેત્રે બંદરો, માછીમારો માટેના પગલાંઓ, એસ.ટી.સુવિધા, નગરપાલિકાઓને શહેરી વિસ્તારોમાં પાણી નિકાલ અને પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા, પુરવઠા વિભાગને ગ્રામ્યસ્તરે કરેલી તૈયારી, પી.જી.વી.સી.એલ.ની તેમજ ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ સેફટીમાં તકેદારીના પગલાં, લેબર ડિપાર્મેન્ટ ગાંધીધામ-કચ્છ પંચાયતની કામગીરી, ગંદા પાણીના નિકાલ બાબતે, જર્જરીત મકાનોની યાદી, સંપર્ક વિહોણા ગામોની યાદી અને આગોતરી સહાય, બચાવ ટીમની તૈયારી મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓએ છેવાડાના ગ્રામ સુધી લેવાની તકેદારી અને પૂર્વ તૈયારી બાબતે સૂચનો કરી સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી હતી.




જિલ્લામાં તમામ પ્રાંત અને તાલુકા સ્તરે પણ પ્રિ-મોન્સુન પ્લાન તૈયાર કરવા કલેકટરશ્રી દ્વારા સૂચના અપાઇ હતી. જિલ્લામાં આવેલા વરસાદ માપક યંત્રો સુસજ્જ અને અધતન કરી સબંધિતોને યાદી મોકલવા જણાવેલ હતું.

ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો સ્થળાંતર, જરૂરી તાત્કાલિક કરવાની થતી કાર્યવાહી, આશ્રયસ્થાનો, જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓ તેમજ ડી-વોટરીંગ કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવાની વગેરેની ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.




બેઠકમાં સર્વશ્રી નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારશ્રી મનીષ ગુરવાની, ડેપ્યુટી ડીડીઓશ્રી જી.જે.પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, નાકાઇ પાણી પુરવઠા ડી.જી.રામાનુજ, જિલ્લા રજીસ્ટ્રાર વી.આર.કપુરીયા, નાયબ માહિતી નિયામકશ્રી એમ.ડી.મોડાસીયા, મત્સ્યોધોગના મદદનીશ નિયામકશ્રી જે.એલ.ગોહેલ, આર એન્ડ બી ના ઈજનેરશ્રી આર.બી.પંચાલ, સિંચાઇમાંથી મદદનીશ ઈજનેરશ્રી કે.વી.ટેલર, ભુજ ચીફ ઓફીસરશ્રી સોલંકી, ઈજનેરશ્રી એચ.કે.રાઠોડ, શ્રી કે.પી.દેવ, ભુજ મામલતદારશ્રી બારહટ તેમજ ડિઝાસ્ટર શાખાના ઈન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદારશ્રી રાહુલ ખાંભરા, નાયબ મામલતદાર રમેશ ઠકકર, તેમજ કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા




Post a Comment

0 Comments

close