નલિયા ખાતેથી બિન અધિકૃત ગોડાઉન માંથી 176 બાચકા ઘઉં સીઝ કરાયા.

Live Viewer's is = People




અબડાસા મામલતદારે નલિયા ખાતે વ્યાજબી ભાવની દુકાન ની આકસ્મિક મુલાકાત લીધી હતી અને બિન અધિકૃત ગોદામ માંથી ઘઉંની બોરી પકડી પાડી હતી.



અબડાસા મામલતદારને બાતમી મળી હતી તે પ્રમાણે મોડી સાંજે સાત વાગ્યાના અરસામાં બાતમી વાળી જગ્યાએ પહોંચ્યા હતા. બાતમી વાળી જગ્યા નલિયા ના રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલા ગોડાઉન પાસે તપાસ કરતા ટેમ્પો નંબર GJ 12 V 1990 માંથી અને ગોડાઉન માંથી 50 કિલોના ઘઉંના બાચકા નંગ 176 નંગ મળી આવ્યા હતા. જે અંગે અબડાસા મામલતદારે વ્યાજબી ભાવની દુકાનના લાયસન્સ ધારક વિનોદ જયંતીલાલ ઠાકર ને આ અંગે આધાર પુરાવા માંગ્યા હતા. જે રજૂ કરી શકાયા ન હતા. અને અન્ય પરવાના પર હાથ થી લખેલી નોંધ મળી હતી જેમાં પણ કોઈ અધિકૃત અધિકારીના સહી સિક્કા મળ્યા ના હતા.



આમ સહી સિક્કા વિનાના નોંધ અને શરત ભંગ ગણી અબડાસા મામલતદાર શ્રી એન. એલ. ડામોરે, ઘઉંના 50 કિલોના 176 બાચકા કુલ વજન 8850 કિગ્રા, કિંમત રૂપિયા 1,41,600/- ને આવશ્યક ચીજ વસ્તુઓ ધારા-1955 હેઠળ સીઝ કરવામાં આવેલ છે.અને તમામ જથ્થો સરકાર શ્રીને પરત આપવાની નોટીશ ફટકારી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી.



આમ અબડાસા મામલતદાર દ્વારા કરવામાં આવેલી કામગીરી ને પગલે વ્યાજબી ભાવની દુકાનના ગડબડ કરતા તત્વોમાં સોપો પડી ગયો છે, જાગૃત નાગરિકો દ્વારા જણાવાયું હતું કે અહી એક જગ્યાએ કામગીરી કરવામાં આવી છે, આવી કામગીરી સમગ્ર કચ્છ જીલ્લા માં કરવામાં આવે તો કેટલાય ભ્રષ્ટ અધિકારીઓ અને વ્યાજબી ભાવની દુકાનના ગડબડ કરતા તત્વોની સાંઠગાંઠનો પર્દાફાશ થાય તેમ છે.


રીપોર્ટ: કિશોર ભાનુશાલી, ધ ન્યુઝ ટાઈમ્સ, નલિયા

Post a Comment

0 Comments

close