સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની આગાહીના પગલે જાફરાબાદ ફિશરીઝ વિભાગ સતર્ક

Live Viewer's is = People

 


સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની આગાહીના પગલે જાફરાબાદ ફિશરીઝ વિભાગ સતર્ક બન્યું માછીમારોને પરત બોલાવ્યા જાફરાબાદ ફિશરીઝ વિભાગે વિવિધ બોટ એસોસિએશનને એલર્ટ કર્યા કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાત ના દરિયા કિનારે વાવઝોડું 16 મીએ ટકરાય શકે છે. કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાત ના દરિયા કિનારે વાવઝોડું 16 મીએ ટકરાય શકે છે . આ પ્રકારની હવામાન વિભાગની આગાહીને લઈ જાફરાબાદ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી એલર્ટ રહેવા આદેશ આપ્યો છે.


 આ ઉપરાંત તમામ માછીમારોને બોટ સાથે 16 મી તારીખ સુધીમાં પરત આવવા માટે આદેશ આપતા જાફરાબાદનું તંત્ર વાવાજોડા સામે એલર્ટ થયુ છે . આજે ફિશરીજ વિભાગ દ્વારા વિવિધ બોટ એસોસિએશન વિભાગને જાણ કરી દેવાય છે હાલ કોઈ અસર નથી પરંતુ તકેદારીના ભાગ રૂપે તમામ ને એલર્ટ આપી દેવાયુ છે . જાફરાબાદ ફિશરીઝ અધિકારી જે.પી.તોરણીયાનો સંપર્ક કરતા કહ્યું હતું કે , આજે ઉપર થી સૂચના આવી છે.


વાવઝોડા સંદર્ભમાં જાફરાબાદના માછીમારોને 16 તારીખ સુધીમાં કિનારે પરત ફરી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે . જાફરાબાદ બોટ એસોસિએશન પ્રમુખ કનેયાલાલ સોલંકી એ કહ્યું હતું કે , આજે સૂચના ફિશરીઝ વિભાગ તરફ થી મળી છે વાવાજોડાને ધ્યાને લઈ બધા ને જાણ કરી દીધી છે અને બોટો પરત લાવવા માટે પણ જાણ કરી દીધી છે .

અમરેલી-સૌરાષ્ટ્રના સંભવિત વાવાજોડાને લઈ તંત્ર દ્વારા માછીમારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા.જાફરાબાદ ખાતે આવેલ લાઈટ હાઉસ વિસ્તારમા 1 નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું.માછીમારો એલર્ટ અને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલે જાફરાબદની 700 જેટલી મોટાભાગની બોટો મધ દરિયામા છે.હાલ વાયરલેસ ખરાબ થવાના કારણે અનેક બોટો નો સંપર્ક થતો નથી,

રિપોર્ટ: બાબુભાઈ વાઢેળ, ધ ન્યુઝ ટાઈમ્સ, જાફરાબાદ

વિગતવાર વિડીયો સમાચાર જોવા માટે અહિં ક્લિક કરો

Post a Comment

0 Comments

close