રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાપરના આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

Live Viewer's is = People

 


ભુજ ગુરુવાર:

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે આજે રાપર તાલુકાના આડેસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની જાત માહિતી મેળવી વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી જેમાં મંત્રીશ્રી સાથે નાયબ કલેકટર શ્રી પ્રતાપસિંહ જાડેજા, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મોતીલાલ રાય અને મેડીકલ ઓફિસરશ્રી ડોક્ટર રીન્કુ પ્રજાપતિ તેમજ તેમના સ્ટાફ સાથે બેઠક યોજી વિગતે માહિતી મેળવી હતી. મંત્રી શ્રી એ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્ય લક્ષી પ્રશ્નો અને જરૂરિયાત એ બાબતે પૂછપરછ પણ કરી હતી. કોરોના અંતર્ગત કરવામાં આવતી કામગીરી અને જરૂરીયાત બાબતે પણ ચર્ચા થઇ હતી. આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જરુરિયાતો અને સ્ટાફ બાબતે પણ રાજ્યમંત્રીશ્રી એ વિગતે માહિતી મેળવી હતી, આ તકે ગામના સરપંચશ્રી ભગા ભાઈ આહીર અને ગામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાPost a Comment

0 Comments

close