કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા એ ફાની દુનિયાને અલવિદા કહી આજે વહેલી સવારે વિદાય લીધી

Live Viewer's is = Peopleકચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિત થયા હતા. અને સારવાર હેઠળ રહેલા કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા આજે જિંદગીનું જંગ હારી ગયા હતા. આજે શુક્રવારે વહેલી સવારે તેમનું દુઃખદ નિધન થયું હતું. સદગત ની અંતિમ યાત્રા આજે બપોરે રાખવામાં આવેલ છે. જે સરકારશ્રીની વર્તમાન ગાઇડલાઇન પ્રમાણે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. આ પૂર્વે સદગતના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન ભુજ ખાતેના રણજીત વિલાસ પેલેસ ખાતે બપોરે બારથી એક વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સદગત મહારાવશ્રી કચ્છ અને કચ્છીયત માટે અંતિમ સમય સુધી સક્રિય રહ્યા હતા. 85 વર્ષની જૈફ વયમાં તે આજે કોરોના સામેની જંગમાં પરાસ્ત થયા હતા અને આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સદગત મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાઇરસ થી સંક્રમિત થતાં તેઓ સારવાર હેઠળ હતા તેમના નિધનથી સમગ્ર કચ્છમાં શોક ફેલાઈ ગયો છે.

Post a Comment

0 Comments

close