વાગડ ના પસિદ્ધ યાત્રા ધામ ને એસટી નો નનૈયો, જાણો વિગતો

Live Viewer's is = People




કચ્છના પ્રખ્યાત વાગડ ના  ઐતિહાસિક સુપ્રસિદ્ધ રવેચી ધામ જવા માટે અગાઉ દસ જેટલી એસટી બસો હતી પણ હાલે માત્ર ત્રણ લોકલ બસો થઈ જતા યાત્રાળુ ઓ ને ભારે હાલાકી ભોગવાનો વારો આવે છેં જેમાં રાજ્ય સરકાર ધ્વરા ટુરિઝમ અને ધર્મ સ્થાનકો ને વિકસાવા પ્રયત્ન શીલ છેં જેના માટે સરકાર વિવિધ યોજના ઓ અને ગ્રાન્ટો માટે અલાયદી વ્યસ્થા ની જોગવાઈ રાખતી હોય છેં ત્યારે ખાસ રાપર, દિયોદર, પાટણ, થરાદ કે ભુજ ડેપો આ માટે ચાલુ એસટી ઓ પણ બંધ કરી ને રાજ્ય સરકાર ની જાહેરાતો નો સરેઆમ છોગ ઉડાડતી જોવાં મળે છે જેમાં અગાઉ દિયોદર ડેપા ની દિયોદર -રાપર -રવેચી બસ નિયમિત સાંજે સાડા સાત વાગે રવેચી મંદિરે જતી પણ બાદ માં લોકડાઉન થવા ના કારણે આજ છેલ્લા એક વર્ષ થી કોઈપણ જાત ની જાણ કર્યા વગર બસ બંધ કરી નખાઈ નવાઈ ની વાત તો ત્યાં સુધી છેં કે આની એકવર્ષ દરમિયાન રાપર ડેપો ધ્વરા એકપણ રજુઆત એસટી ચાલુ કરવા માટે નથી કરાઈ પ્રાથળ અને બનાસકાંઠા ને જોડતી આ મહત્વ ની એસટી છેલ્લા એકવર્ષ થી બંધ કરાતા ભારે હાલાકી ફેલાઈ છેં તો અગાઉ રાપર સુરેન્દ્રનગર ની એસટી પણ રવેચી ધામ માટે ચાલુ કરાઈ હતી જે પણ કોઈજાત ની જાણ કર્યા વગર બંધ કરી નખાઈ તો એક માત્ર માંડવી રવેચી એસટી રાત ના 8 વાગે રવેચી ધામ જવા માટે છેં જેમાં પ્રવાસીઓ રવેચી ધામ પહોંચે ત્યાં સુધી આરતી થઈ ગઈ હોય છેં જેના કારણે પ્રવાસીઓ ને નિરાશ થવાનો વારો આવે છેં તો થરાદ રાપર એસટી ને રવેચી ધામ સુધી લાંબાવાય તો પણ બનાસકાંઠા રાજસ્થાન જવા માંગતા લોકો ને સરળતા રહે તેવું મૂળ દુધવા ના અને હાંલે મોટી રવ રહેતાં અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છેં કે અગાઉ રાપર થી રવેચી ધામ જવા માટે દિવસ દરમિયાન દસ જેટલી એસટી બસો ચાલુ હતી પણ ખાટલે મોટી ખોટ હોય તેમ રાપર ડેપો નો વહીવટ બગડતા હાલ માત્ર ત્રણ એસટી બસો દિવસ દરમિયાન જાય છેં જેમાં થી પણ ઘણીવાર રવેચી ધામ ના રૂટો કેન્સલ થતાં પ્રવાસીઓ ને નાછૂટકે ખાનગી વાહનો માં આ કોરાના ની મહામારી માં મુસાફરી કરવાની નોબત આવે છેં તો તાત્કાલિક અસર થી દિયોદર ડેપો માંથી રવેચી દિયોદર, સુરેન્દ્રનગર રવેચી અને થરાદ રવેચી તથા રાપર રવેચી ની વધુ એક્સ્ટ્રા બસો ચાલુ કરાવાય તેવી માંગ સુઈગામ તાલુકા ના દુધવા ગામ ના વતની અર્જુનસિંહ ચૌહાણ, તથા હઠુભા મુરૂભા જાડેજા મોટી રવ વારાઓ એ માંગ કરી હતી અન્યથા ગાંધી ચિધ્યા માર્ગે જવાની ફરજ બનશે તેવું જણાવ્યું હતું...

રિપોર્ટ:ગની કુંભાર, ભચાઉ.

Post a Comment

0 Comments

close