નખત્રાણા ખાતે 12મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું. સાથે સાથે કોરોના રસીકરણ કાર્યક્રમ પણ યોજાયો

Live Viewer's is = Peopleનખત્રાણા તા.૦૬/૦૪/૨૦૨૧ : આજેરોજે નખત્રાણાના સ્વ. અરૂણાબેન મહેન્દ્રભાઈ ગટ્ટાની સ્મૃતિમા નખત્રાણા લોહાણા મહાજન તેમજ કેસીઆરસી (અંધજન મંડળ) ભુજ દ્વારા નખત્રાણા ખાતે 12મા નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું.આ કેમ્પ સાથે સાથે કોરોનાના રસીકરણનો કાર્યક્ર્મ પણ યોજવામા આવ્યો હતો. નખત્રાણા ખાતે દર માસે બે વખત નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામા આવે છે. આજના આ કેમ્પમા આંખોની ચકાસણી, ચશ્માના નંબરની ચકાસણી, મોતીયા કે વેલના ઓપરેશન લાયક દર્દીઓની ચકાસણી કરવામા આવી હતી. સાથે સાથે આરોગ્ય ચકાસણી અને કોરોનાની વેક્સીનેશન નો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો.આ કેમ્પને તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામા આવ્યું હતું, જયસુખભાઈ પટેલે કેમ્પના દાતાઓને માનવસેવાને બિરદાવી હતી, અને જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કાળમાં માનવ માનવની સમસ્યાને નિપટાવવા માટે, દાતા પરીવાર, સંસ્થાઓ, સેવાભાવી કાર્યકરો જે કામ કરે છે, તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આમ કહી તેમણે સૌનો હૃદયપુર્વકનો આભાર પણ માન્યો હતો.

 


આજના આ કેમ્પમા આરોગ્ય ચકાસણી માટે ડૉ.સાહીલ મકવાણા તેમજ આંખની તપાસ માટે ડૉ. દમયંતીબેન પટેલે હાજરી આપી સેવા આપી હતી, જ્યારે સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન નિતિનભાઈ ઠક્કરે કર્યું હતું, અને આભાર વિધી વિશનજીભાઈ પલણે કરી હતી. ત્યારે આ કેમ્પમા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ,  તાલુકા પંચાયત ઉપ પ્રમુખ સંધ્યાબેન રાજેશભાઈ પલણ, તાલુકા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન પટેલ, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરશેંઘાણી, હેમેંદ્રભાઈ કંસારા, જીતુભા જાડેજા,  મિનાબેન પલણ, કલ્પનાબેન જોશી,  મંગળાબેન વાઘેલા, ગાંગજીભાઈ અનમ, જગદીશભાઈ પલણ, સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા, જ્યારે આરોગ્ય વિભાગના સુપરવાઈઝર ત્રીવેણીબેન જોશી, હર્ષાબેન જોશી, ભક્તિબેન હાજર રહ્યા હતા.

રિપોર્ટ:- જયંતીલાલ વાઘેલા, નખત્રાણા.Post a Comment

0 Comments

close