મુંદ્રામા યોજાયો રસીકરણ કેમ્પ અને ૧૧૦૦ લોકોએ કોરોનાની રસી લીધી

Live Viewer's is = People



ભુજ, મંગળવારઃ વૈશ્વિક મહામારી કોરોનાના પડકારને નાથવા વેકસીનેશન અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં ચાલી રહયું છે એ અંતર્ગત માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મુન્દ્રા ખાતે મેગા વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ વય થી ઉપરના કુલ-૧૧૦૦ લોકોએ એક જ દિવસમાં રસીકરણ મેળવીને આ મેગા કેમ્પ અને જનજાગરણને સફળ બનાવ્યો હતો.



કેમ્પમાં માધાપર નિવાસી જયંતભાઇ માધાપરીયા અને મુન્દ્રા - બારોઇ નગરપાલિકા ના પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર એ પણ કોરોના રસીકરણ મેળવી અન્ય લોકોને પણ આ મહામારીના સામેના જંગમાં જાગૃત નાગરિક બનીને જનજાગરણમાં સહભાગી થવા અને સરકારશ્રીના માર્ગદર્શન મુજબ રસીકરણ લેવા આહવાન કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા મુન્દ્રા નગરપાલિકા પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર,કારોબારી ચેરમેનશ્રી ડાહયાલાલ આહિર, મુન્દ્રા અગ્રણી પ્રકાશ ઠકકરે અને કાર્યક્રતાઓએ અડીખમ સેવા આપી હતી. આ મહાઅભિયાનને સફળ બનાવવા મુન્દ્રા રસીકરણ અભિયાનના ઈન્ચાર્જશ્રી ગૌરાંગ ત્રિવેદી અને સહ ઈન્ચાર્જશ્રી હિરેનભાઇ સાવલા, દિલીપભાઇ ગોરના અવિરત પ્રયાસથી આયોજન સફળ રહયું હતું. આ કેમ્પમાં અગ્રણી સર્વશ્રી કેશુભાઇ પટેલ, જયંતભાઇ માધાપરીયા તેમજ કેમ્પને સફળ બનાવનારા ઉત્સાહી નગરસેવકો ઉપસ્થિત રહયા હતા.



Post a Comment

0 Comments

close