વિકસતી જાતિ સમાજ કલ્યાણ વિભાગરૂ.૪૧.૧૮ કરોડના વિવિધ સહાયના કામો કરવામા આવ્યા.

Live Viewer's is = People



ભુજ, મંગળવારઃ કચ્છ જિલ્લામાં વિકસતી જાતિની વિવિધ યોજનાઓ માટે ફાળવેલ ગ્રાન્ટમાં કરાયેલ ૧૦૦ ટકા ખર્ચનીસિદ્ધિ. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, વિકસતી જાતિ, ભુજ–કચ્છ દ્વારા વર્ષ: ૨૦૨૦-૨૧ માં કચ્છજિલ્લામાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તથા વિચરતી વિમુકતજાતિના લોકોને શૈક્ષણિક, આર્થિક ઉત્કર્ષ તથા આરોગ્ય ગૃહ નિર્માણની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મંજૂર કરવામાં આવેલ છે.

(૧) ધોરણ ૧ થી ૧૦ ના ૨,૦૯,૬૮૦ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ તથા ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાવિદ્યાર્થીઓને ગણવેશ પેટે રૂ.૨૪૧૮.૮૭ લાખ રૂપિયા ચુકવવામાં આવેલ છે.

(૨) ધોરણ ૧૧ થી કોલેજ કક્ષાનાવિકસતી જાતિના ૯૭૬૦ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ પેટે રૂ. ૩૧૨.૭૬ લાખ રૂપિયા ચુકવવામાં આવેલ છે.

(૩)કુંવરબાઈ મામેરું અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ લગ્ન કરનાર સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગ અનેઆર્થિક રીતે પછાતવર્ગની ૪૭૫ કન્યાઓને તથા સંસ્થાઓને રૂ.૬૨.૭૦ લાખ સહાય આપવામાં આવેલ છે. 

(૪)પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ૭૦ ના લક્ષ્યાંક સામે ૧૨૩ લાભાર્થીઓને પ્રથમ,બીજા અને ત્રીજાહપ્તા સહિત રૂ.૧૧૬.૮૨ લાખ મકાન સહાય ચુકવવામાં આવેલ છે.

(૫) બેન્કેબલ લોન સહાય અન્વયે બેંકો દ્વારાઅપાયેલ ધીરાણ સામે ૦૪ લાભાર્થીઓને રૂ.૩૩૦૦૦/-ની સબસીડી ચુકવવામાં આવેલ છે. 

(૬) સરસ્વતી સાધનાયોજના હેઠળ ધો. ૯ માં અભ્યાસ કરતી વિકસતી જાતિની ૪૫૧૭ કન્યાઓને સાયકલ સહાય મંજુર કરવામાં આવી.

(૭) માનવ ગરીમા યોજના હેઠળ જુદા-જુદા ધંધાના ૩૨૬ લાભાર્થીઓને સાધન કીટ સહાય મંજુર કરવામાં આવેલછે. 

(૮) વિદેશ અભ્યાસ યોજના હેઠળ ૧(એક) લાભાર્થીને પ્રથમ હપ્તા મળીને કુલ રૂ.૧૨.૦૦ લાખની લોન ચુકવવામાં આવી. 

(૯) PMJVK યોજના હેઠળ કચ્છ જિલ્લાના લઘુમતીની વધુ વસ્તી ધરવતા ભુજ,ગાંધીધામ, અબડાસા અને લખપત તાલુકામાં તથા ભુજ શહેરમાં શિક્ષણ,આરોગ્ય અને સ્કીલ ડેવલોપમેન્ટ માટે રાજ્ય સરકારે રૂ.૨૦૩૧.૬૬ લાખની દરખાસ્તો મંજુરકરેલ છે, જે પૈકી પ્રથમ હપ્તા પેટે ૫ (પાંચ) અમલીકરણ અધિકારીઓના હસ્તક રૂ.૭૧૭.૬૦લાખ ગ્રાન્ટ ફાળવી ૫૪ કામોને મંજુરી આપવામાં આવી. 

(૧૦) આમ કચ્છ જિલ્લાના વિકસતી જાતિસમાજ કલ્યાણ વિભાગને ફાળવેલ રૂ.૪૧૧૮.૨૩ લાખ ગ્રાન્ટ સામે રૂ.૪૧૧૮.૧૫ લાખ ખર્ચ કરી ૧૦૦ ટકા કુલસિધ્ધિ મેળવેલ છે.


     રાજ્ય સરકારના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અતર્ગત સહાયમંજુરથતાં હર્ષ અને આનંદની લાગણી છવાઇ હતી અને કોરોના વાયરસ(કોવીડ-૧૯)નીમહામારીના પ્રવર્તમાંન સંજોગોમાં પણ રાજ્ય સરકારે ફાળવેલ ગ્રાન્ટ માટે ૧૦૦ ટકા ખર્ચ કરીરકમનું ચૂકવણું કરતા ખુશી વ્યક્ત કરેલ છે. રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીર સા.શૈ.પ.વ.ક.વિભાગનો હવાલો સંભાળતા હોઇ, રાજ્યની સાથે-સાથે કચ્છ જિલ્લાના સામાજિક અને શૈક્ષણિક રીતેપછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ, લઘુમતી જાતિ તથા વિચરતી વિમુકત જાતિના લોકોનો આર્થિક વિકાસ થાયતે માટે સતત પ્રયત્નશીલ રહે છે, પછાતવર્ગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભછેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સમયાંતરે સમીક્ષા કરી છે.

પ્રકાશિત: આર. આર. પઢીયાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભુજ

Post a Comment

0 Comments

close