સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ ખાતે દર માસના પહેલા બુધવારે વિનામૂલ્યે ડાયાબીટીસ નિવારણ કેમ્પ યોજાશે

Live Viewer's is = Peopleસરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) માટે નિદાન, સારવાર, સલાહ કેમ્પનું દર માસના પહેલા બુધવારે સવારે ૯ થી ૧૨ દરમ્યાન આયોજન કરાયું છે.આ કેમ્પમાં મફત બ્લડ સુગર ચેક અપ, ડાયાબીટીસની મફત આયુર્વેદિક/હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પધ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. સર્વે લાભાર્થીઓએ કોવીડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે તેવું વૈધ પંચકર્મ વર્ગ-૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Post a Comment

0 Comments

close