દયાપર પોલીસ દ્વારા યોજાઈ ટ્રાફીક ડ્રાઈવ, વાહન ચાલકોને ટ્રાફીકના નિયમો અંગે જાગૃતી આવે તેવા હેતૂ થી આ ટ્રાફીક ડ્રાઈવ યોજવામા આવી હતી. ગ્રામ્ય વિસ્તારના લોકો જે ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરેલા જણાયા તેઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામા આવી હતી. ત્યારે મોટર સાઈકલ પર ત્રણ સવારી બેસાડી જોખમી ડ્રાઇવિંગ, બેફામ ઝડપે ચલાવાતી કાર, ફોર વ્હીલરો, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ, સંભવીત અકસ્માત ઝોન મા પુરઝડપે જોખમી રીતે ચલાવાતા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામા આવી હતી. આજની આ ટ્રાફીક ડ્રાઈવમા વાહન વ્યવહાર માર્ગદર્શન અનુસાર કાયદાનો ભંગ કરનારાઓ સાથે કાયદેસરની કાર્યવાહી કરી 80 જેટલા કેસો કરવામા આવ્યા હતા, ત્યારે અમુક વાહનો ડીટેઈન પણ કરવામા આવ્યા હતા, આ ટ્રાફીક ડ્રાઈવમા દયાપર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. એ. એમ. ગેહલોત તેમજ તેમના માર્ગદર્શન હેઠળ દયાપર પોલીસ સ્ટેશનના જવાનો અને ટ્રાફીક વિભાગના જવાનો સાથે રહ્યા હતા.
આ સમયે દયાપર પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. એ.એમ. ગેહલોતે જાહેર જનતાને ટ્રાફીકના નિયમો પાળવા અને સલામત રીતે વાહનો ચલાવવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, જીવન અમુલ્ય છે, વ્યવસ્થીત રીતે અને ટ્રાફીક અંગે બહાર પડાયેલી માર્ગદર્શીકા મુજબ વાહન ચલાવવામા આવે તો અકસ્માત થી બચી શકાય છે, એક વ્યક્તિના અકસ્માત બાદ તેમની પાછળ આખા પરીવારને તકલીફોનો સામનો કરવો પડે છે, અને તેમાય જો શારીરીક ખોડ ખાંપણ રહી જાય તો જીવન જીવવું અતી મુશ્કેલ બને છે. માટે ટ્રાફીકના નિયમોનુસાર વાહન ચલાવવું જોઈએ તેવું શ્રી ગેહલોતે જણાવ્યું હતું.
રિપોર્ટ : જયંતીલાલ વાઘેલા સાથે કેમેરામેન ચંદ્રેશનાથ બાવા,નખત્રાણા
0 Comments