કચ્છની હાલત બગડે તે પહેલા નામાંકિત સંસ્થાઓ આગળ આવી ઈન્ફ્રાસ્ટ્રકચરમા કોવીડ કેર સેન્ટર શરુ કરાવે- ભુજના યુવાનની અપીલ

Live Viewer's is = People

 


ભુજમા એવી ઘણિ સંસ્થાઓ છે, જેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું છે, તેવી સંસ્થાઓ વહીવટી તંત્રનો સંપર્ક કરી આગળ આવે અને કોરોના પીડીત દર્દીઓની સહાય કરે, જનરલ હોસ્પીટલ મા બેડ નથી, ઓક્સીજનની અછત વર્તાય છે, ત્યારે આવી સંસ્થાઓ પાસે મસ મોટું ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું છે તેને કોવીડ કેર સેન્ટર બનાવી સમાજ કલ્યાણ કરી શકે, માત્ર ગાદી પર બેસી પ્રવચનો આપવાથી સમાજ કલ્યાણ થતુ નથી હોતું. જ્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ પોતાની સંસ્થાની સમરસ હોસ્ટેલ ને કોવીડ માટે આપી શકતા હોય તો અન્ય સંસ્થાઓને પણ આમાથી પ્રેરણા લઈ આગળ આવવું જોઈએ. અને ખરેખર સમાજ કલ્યાણ કરવું જોઇએ. હાલની મહામારીનો સમય નાતજાત કે જાતીવાદ જોવાનો નથી, અત્યારે માનવ જીવ હિતાવહ કાર્ય કરવાનો સમય છે. આ અંગે ભુજના યુવાને સંસ્થાઓને અપીલ કરી છે આગળ આવો અને સાચા સમાજ કલ્યાણનો માર્ગ અપનાવો.

વિગતવાર વિડીયો જોવા અહિંક્લિક કરો

Post a Comment

0 Comments

close