મુંદ્રા કસ્ટૉડીયલ ડેથના એક આરોપી જયવીરસિંહ જાડેજાએ હાઇકોર્ટેમાંથી જામીન અરજી પાછી ખેંચી.

Live Viewer's is = People

 



મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના બનાવમા નવો વણાંક આવ્યો છે. સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા ને એક આરોપી તરીકે ધરપકડ કરવામા આવી હતી.જેના સ્થાનિક કોર્ટમાં જામીન ના મંજૂર થયા બાદ તેઓ એ નામાદાર હાઇકોર્ટમાં જામીન માટેની કરાયેલી અરજી કોઈ અકળ કારણોસર પાછી ખેંચી લીધી હોવાના અહેવાલ મળી રહયા છે. હાલમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જયવીરસિંહ જાડેજા ની રેગ્યુલર જામીન માટેની અરજી કરાઈ હતી. આ અરજી તેઓના વકીલશ્રી મારફતે મુકવામાં આવી હતી. જે નામદાર હાઇકોર્ટનો નિર્ણય આવે તે પહેલા જ આજે તેમના વકીલ મારફતે પાછી ખેંચી લેવાઈ છે. રેગ્યુલર જામીન અરજી શા માટે પાછી ખેંચવામા આવી છે તે અંગેના રહસ્યો અકબંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુન્દ્રા પોલીસ સ્ટેશનમા બનેલા કસ્ટોડિયલ ડેથના મુખ્ય ત્રણ ભાગેડુ આરોપી ઓ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓ બે મહિના સુધી પોલીસને હાથતાળી આપ્યા બાદ તાજેતરમાં જ ભાવનગર ખાતેથી ઝડપાયા છે. અને તેઓ હાલ રિમાન્ડ પર છે. ત્યારે આ કેસના એક આરોપી એવા સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જયવીરસિંહ જાડેજા દ્વારા વકીલ મારફતે તેમની રેગ્યુલર જામીન અરજી નામદાર હાઈ કોર્ટમાંથી પાછી ખેંચાતા નવા તર્ક વિતર્ક સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, આ પ્રકરણમાં રિમાન્ડ પર રહેલા ત્રણ પોલીસ કર્મચારીઓ પાસેથી વધુ કઈ ચોંકાવનારું બહાર આવે તેવી શકયતા જોવાઇ રહી છે.

જયવિરસિંહની તરફેણમા આવેદનપત્રો પણ અપાયા હતા.

સમાઘોઘાના પુર્વ સરપંચને ખોટી રીતે સંડોવી દેવાયો છે, તેવા આક્ષેપો સાથે ભુજમા સમાઘોઘા ક્ષત્રિય યુવા સંગઠનના નેજા હેઠળ એક રેલી કાઢવામાં આવી હતી. જે રેલીના ચારણ ગઢવી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તે પછી ગઢવી અને ક્ષત્રિય સમાજના જવાબદાર વ્યક્તિઓને કાયદા પર વિશ્વાસ હોઈ કાયદો કાયદાનું કામ કરશે. તેવું નક્કી કરવામા આવ્યુ હોય તેમ આવેદનપત્ર આપવા સમયે ક્ષત્રિય સમાજમાંથી કોઈ એવું જવાબદાર વ્યક્તિ, સામાજિક આગેવાન તરીકે આગળ આવ્યું નહોતું. જેની નોંધ પણ લેવામાં આવી હતી. અને બિજીબાજુ સમાઘોઘાના યુવા સંગઠનના નેજા હેઠળ અપાયેલ આવેદન પત્રના ઘેરા પ્રત્યાઘાત ગઢવી સમાજમાં પડ્યા હતા.











Post a Comment

0 Comments

close