કોરોનાને મ્હાત આપવા કાર્યક્રમો હેઠળ મુન્દ્રામાં કોરોના રસીકરણનો મેગા કેમ્પ યોજાયો

Live Viewer's is = People


મુન્દ્રા,(અમારા પ્રતિનિધી મારફતે): ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ પ્રોગ્રામ અંતર્ગત ૬૦ વર્ષથી ઉપરના તમામ તથા ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી નજીકના સ્થળે મળી રહે તે માટે મુન્દ્રા બારોઇ નગરપાલિકાના સહયોગથી  મુન્દ્રાના રોટરી હોલ ખાતે રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પ્રકાશભાઈ પાટીદાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલ દેવજીભાઈ આહીર સહિત નગરપાલિકાની સમસ્ત ટીમ હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત મુન્દ્રામાં કારવા મુસ્તફા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, તથા બારોઇની શિશુમંદિર સ્કૂલમાં બહોળી સંખ્યામાં રસી આપવામાં આવી હતી.

Post a Comment

0 Comments

close