પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ રૂ.૨૦.૩૧ કરોડના ૫૪ કામો મંજુર કરાયા

Live Viewer's is = People


ભુજ, બુધવારઃ વડાપ્રધાનશ્રીના લધુમતીઓ માટેના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની ડિસેમ્બર ૨૦૨૦ અંતીત ત્રિમાસિક સમીક્ષા બેઠક કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં લધુમતી જાતિઓ માટે સંકલિત બાળ વિકાસ યોજના, શાળા અને શિક્ષણ, મદ્રેસા શિક્ષણમાં આધુનિકરણ, લધુમતી જાતિના વિધાર્થીઓ માટેની વિવિધ યોજનાઓ, આવાસ યોજના, સ્લમ સુધારણા, સ્વરોજગાર માટે સહાય ધિરાણ તથા કૌશલ્ય વિકાસ બાબતોએ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.



કલેકટરશ્રીએ વિધાર્થીઓની વિવિધ સહાય અને સુવિધાઓ તેમજ મદ્દેસા શિક્ષણ બાબતે છણાવટ કરી હતી અને ૧૫ મુદ્દા કાર્યક્રમની માહિતી વિગતે જાણી હતી તેમજ સબંધિતોને સત્વરે કરવાની થતી અન્ય કામગીરી વધુ પ્રાથમિકતાથી પૂર્ણ કરવા પણ સૂચન કર્યુ હતું. જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિના સભ્ય સચિવશ્રી જે.એ.બારોટે ત્રિમાસિક સમીક્ષાનો રીપોર્ટ રજુ કરતાં જણાવ્યું હતું કે, કુલ ૬૬૪૩૨ લાભાર્થીઓને જિલ્લા સમાજ કલ્યાણ દ્વારા લધુમતીની વિવિધ ૮ યોજના હેઠળ કુલે રૂ.૪.૪૦ કરોડની સહાય ચુકવવામાં આવી છે.



જેમાં ૩૪૬૦૩ લાભાર્થીઓને રૂ.૧.૯૫ કરોડની શિષ્યવૃતિ, ૩૧૬૦૩ બાળકોને રૂ.૧.૮૯ કરોડ ગણવેશ સહાય, બેંન્કેબલ નાણાંકીય સહાય, કુંવરબાઇ મામેરા યોજના, સમુહલગ્ન યોજના, વ્યકિતગત ધોરણે મકાન સહાય તેમજ માનવ ગરીમા યોજના થઇ કુલ ૬૬૪૩૨ લાભાર્થીઓએ સહાય મેળવી છે. 

જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ૫૮ દિવ્યાંગોને રૂ.૬૪ હજાર સહાય, ૪ને સાધન સહાય, જીલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા ૨૫૨ લાભાર્થીને રૂ.૧.૭૭ કરોડ બેંકેબલ યોજના અને ૩૧૮ લાભાર્થીને રૂ.૧૫.૫૫ કરોડ માનવ કલ્યાણ યોજના હેઠળ ચુકવાયા છે. નિયામક ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૩૬૩ લાભાર્થીઓને રૂ.૬૫.૫૦ લાખ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવ્યા છે.



આ તકે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અન્વયે જીલ્લાના લખપત, ગાંધીધામ, અબડાસા અને ભુજ તાલુકા તેમજ ભુજ સીટી માટે લધુમતીઓના શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પાકા રસ્તા, વીજળી પીવાનું પાણી વગેરે માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે ભારત સરકારે રૂ.૨૦.૩૧ કરોડ ૫૪ કામો માટે મંજુર કર્યા છે તેની પણ છણાવટ કરવામાં આવી હતી. ખાવડામાં લધુમતી બાળકો માટે શિક્ષણ તેમજ લધુમતીવિસ્તારમાં ઔધોગિક તાલીમ સંસ્થાના શિક્ષણ માટે આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ સાથે પણ કલેકટરશ્રીએ ચર્ચા કરી હતી. આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરી અને આવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સર્વશ્રી અધિક નિવાસી કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી મેહુલ જોશી, ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ, જિલ્લા ઉધોગ કેન્દ્ર મેનેજરશ્રી કે.પી.ડેર, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.કે.ચાવડા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.પી.રાંદડીયા, સંકલિત બાળ વિકાસ પ્રોગ્રામ ઓફીસર ઈરાબેન ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, ડો.અમીન અરોરા તેમજ અમલીકરણ સમિતિ સભ્યશ્રી જુગરાજસીંઘ સરદાર ઉપસ્થિત રહયા હતા.

Post a Comment

0 Comments

close