ભારતીય ક્રીકેટના કે.એલ. રાહુલ છેલ્લી
ચાર ટી -20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં ત્રણ વખત શૂન્ય રને આઉટ થયો છે. એકવાર તેણે માત્ર
એક રન બનાવ્યો છે. આ પછી,
તેની ટેકનીક અને ટીમમાં
તેના સ્થાન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી એ તેને
સમર્થન આપ્યું છે. ગયા શુક્રવારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી 20 -20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચ પુર્ણ થયા બાદ વિરાટ કોહલીએ
રાહુલને 'ચેમ્પિયન ખેલાડી' ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શોર્ટ બંધારણમાં રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત
કરવા રાહુલ પ્રથમ પસંદગી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારની મેચમાં ભારતને 8 વિકેટથી હાર મલી હતી
જેમા, રાહુલ ખાતું ખોલી શક્યો નહીં અને શુન્ય
રને આઊટ થયો હતો ત્યારે રોહિત શર્મા (15), અને આ અગાઉની મેચના સુપર પ્લેયર ઇશાન
કિશન (4) રન કર્યા હતા. તેણે પણ ખાસ કરતબ બતાવી નહીં. ભારતની ટીમના ટોચના ત્રણ બેટ્સમેન
પણ માત્ર 24 રનના સ્કોર પર બેક ટુ પેવેલિયન પરત ફર્યા હતા.
આ મેચ મા વિરાટ
કોહલીએ 46 રનની ઇનિંગ્સમાંથી માંડ માંડ ભારતને પકડી રાખ્યું હતું. વિરાટ કોહલીએ વધુમા
જણાવ્યું હતું કે, નવા બોલરનો સામનો કરવો ખુબ મુશ્કેલ છે. ખાસ કરીને માર્ક વુડ,
જે 145-150 ની ગતિથી ફાસ્ટ બોલિંગ કરી રહ્યો હતો. અમે એવી ઇનિંગ્સ રમવા
માંગીએ છીએ જે ટીમને મદદ કરે. પણ નવા બોલર સામે બેટિંગ કરવી થોડી મુશ્કેલ હતી. સામેની
ટીમ ઈંગ્લેન્ડના બોલરો યોગ્ય ક્ષેત્રમાં બોલિંગ કરી રહ્યા હતા. ઇંગ્લેન્ડના બોલરો યોગ્ય
ક્ષેત્રમાં બોલિંગ કરી રહ્યા હતા અને તેમના બોલરોની ઝડપી ગતિને કારણે તેઓ વધુ અસરકારક
બન્યા હતા.
0 Comments