ભુજ, બુધવારઃનાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કચ્છના અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના રૂ.૧૨ કરોડના કાચાથી ડામર રોડ બનાવવાના કામ મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી કુલ તરા એસ.એચ. મંજલ રોડ, વીરાણી રામવાડી શનિ મંદિર રોડ, નેત્રા ગુપ્તેશ્વરરોડ, વડવા કાંયાથી આશાપુર મંદિર રોડ, લીફરી પુનરાજપુર સંસ્કારધામ રોડ, રોહાઆશાપુરા રોડ, નલિયા જુનાથી પળિયા દાદા રોડ, મેમણ વાંઢ એપ્રોચ રોડ, હરીપર એપ્રોચ રોડ, લઠેડીથી મદડપીર રોડ, પીંગલેશ્વર ગૌશાળા એપ્રોચ રોડ, નાની ધૂફી આશાપર મંદિર રોડ, મુંજારા વાંઢ એપ્રોચ રોડ, કૈયારી જામ જખરાપીર એપ્રોચ રોડ, ફૂલારા દાદી મોટી દરગાહ રોડ, જયારે થ્રુરૂટ ગ્રામ માર્ગને પહોળા કરવાની કામગીરી હેઠળ નખત્રાણા મોટી વિરાણી રોડ તૈયાર કરાશે.
0 Comments