ધ્રબની સરકારી હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો.વિદ્યાર્થીઓને સારી ટેવો અપનાવવા શીખ અપાઈ.

Live Viewer's is = People


મુન્દ્રા, તા.૨૩: તાજેતરમાં ધ્રબની સરકારી હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. હેલ્થ કાઉન્સીલર મહેન્દ્ર વાઘેલાએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે સમજ આપતા કિશોરાવસ્થાથી જ સમતોલ આહાર લેવામાં આવે તો લોહીની ઉણપથી થતા રોગો નિવારી શકાય છે એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 



હેલ્થ સુપરવાઈઝર પ્રકાશ ઠકકરે કોવિડ રોગ અંગે રાખવાની થતી સાવચેતી, વિદ્યાર્થીકાળમાં જ સારી ટેવો અપનાવવા અને ગામમાં જ ઉપલબ્ધ કોરોનાની રસીનો લાભ લેવા તથા સઘન ટીબી મોજણી દરમ્યાન શંકાસ્પદ લોકોની જાણકારી આરોગ્ય ટીમને આપવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. પૂજાબેન કોટડીયાએ કિશોરીઓ સાથે મુંઝવતા પ્રશ્નો અંગે મુક્તમને આરોગ્યલક્ષી ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. 



હાઈસ્કૂલના આચાર્યા યાચનાબેન વેદાંતના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વકતૃત્વ સ્પર્ધાના સ્પર્ધકો સાદીયા ગફુર તુર્ક, મુસ્કાન સુલતાન આગરિયા, આઈશુ સિકંદર તુર્ક અને હાશમા હારુન સુમરાને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ફોરમબેન જોશી અને હર્ષ પટેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિકુલ પરમાર સહિત સ્ટાફ સહયોગી રહ્યા હતા.



Post a Comment

0 Comments

close