પશ્ચીમ કચ્છના મોટા ધાવડાની રેવેન્યુ સીમમા દલીત પરીવારોના ખેડુતોના ખેતરોના રસ્તાપર કંપનીએ ખડકી પવનચક્કી?

Live Viewer's is = People



પશ્ચીમ કચ્છના મોટા ધાવડા ની રેવેન્યુ સીમમા દલીત પરીવારોના ખેતરો આવેલા છે, જે વિસ્તાર સુખસાણનો વિસ્તાર છે, જ્યાં દલીત પરીવારો પોતાના ખેતરોમા ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. મોટા ધાવડાની રેવેન્યુ સીમમા આવેલ સુખસાણ મા પવનચક્કીની કંપનીઓનો દલીત ખેડુતો ના ખેતરોમા આવવા જવાના મુખ્યમાર્ગ પર પવનચક્કી ખડકી દેવામા આવી છે. , સુખસાણ એક નાનક્ડું ગામ છે, જ્યાં દલીત સમાજના લોકોની ખેતીવાડીની જમીનો આવેલી છે, જે લોકો ખેતીવાડી કરી, પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે વિકાસના નામે વિનાશ વેરતી પવનચક્કીઓની આ કંપનીઓ દ્વારા ખેતીવાડી કરવામા અડચણ થાય તેવી રીતે કામગીરી કરતી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે, દલીત સમાજના ભાઈઓની ખેતીની જમીન મા આવવા જવાનો મુખ્ય માર્ગ જે વર્ષ 1971 થી પંચાયતના રેકર્ડ પર બોલે છે, તે રસ્તાની વચ્ચોવચ્ચ પવનચક્કી ઉભી કરવામા આવતા, વિરોધના શુર ઉભા થયા છે, 



આજે જ્યારે વિકાસ થઈ રહ્યો છે તે, કચ્છના ખેડુતોના હિતોને, આવવા જવાના મુખ્યમાર્ગને અવરોધ ઉભો કરી કરવામા આવી રહ્યો હોવાનો સ્થાનિક ખેડુતોએ જણાવ્યુ હતું, ડેમના પાણીના વ્હેણ, તળાવના પાણીના આવના માર્ગોમા અવરોધ ઉભો પવન ચક્કીઓ દ્વારા મનફાવે તેમ  રસ્તાઓ રસ્તાઓ બનાવવામા આવ્યા છે, ત્યારે ખનીજ ઉત્ખનન અંગે મસ મોટી કામગીરી કરનાર ખાણ ખનીજ ખાતાનું મૌન પણ ઘણા પ્રશ્નો ઉપસ્થીત કરે છે, કચ્છની કુદરતી સંપદાઓ, ડુંગરો, મીઠી ઝાડીઓનો સોથ વાડી પવનચક્કીઓ ઉભી કરવામા આવી રહી છે, ત્યારે કચ્છના દલીત કિશાનો પણ વિકાસના નામે હાલાકીનો સામનો કરી રહ્યા છે,  આ અંગે પવનચક્કીના કામો થી નારાજ ખેડુતોએ મિડીયા સમક્ષ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો 

રિપોર્ટ, જયંતીલાલ વાઘેલા સાથે કેમેરામેન ચંદ્રેશનાથ બાવા, 

ધ ન્યુઝ ટાઇમ્સ,નખત્રાણા.

વિગતવાર સમાચારો જોવા માટે અહીં ક્લિક કરો.

Post a Comment

0 Comments

close