માનકુવા ખાતે કોરોનાની રસીકરણનું આયોજન, જાણો ક્યાં કરાશે રસીકરણ? કોને મળશે લાભ?

Live Viewer's is = People

 


કોડકી પ્રાથમિક આરોગ્ય કેંદ્ર અંતર્ગત કાર્યરત માનકુવા સબ સેન્ટર-૧ અને ૨ મળી આવતી કાલે કોરોનાની રસીકરણનો કાર્યક્રમ રાખવામા આવશે. આ કાર્યક્રમ મા લાભાર્થીઓને કોવીશીલ્ડ રસી આપવામા આવશે. લાભાર્થીઓએ કોવીશીલ્ડ રસીકરણનો લાભ લેવા માટે પોતાનો આધારકાર્ડ ફરજીયાત સાથે રાખવાનુ રહેશે.

કોરોના માટેની રસીકરણ મા ધ્યાનમા રાખવા જેવી બાબતો.

રસીકરણ માટે આવતા લાભાર્થીઓએ પુરતો સમય લઈને આવવું, રસી લીધા બાદ લાભાર્થીને ઓછામા ઓછું ૩૦ મિનીટ સુધી ઓબ્ઝર્વેશનમા બેસાડવામા આવે છે, માટે ઘરના કે બહારના તમામ કામો પુર્ણ કરી લિધા બાદ આવવું હિતાવહ રહેશે. રસી લેવા સમયે પોતાનો ફોટો ઓળખ કાર્ડ ખાસ સાથે રાખવું જેથી રસીકરણમા મુશ્કેલી ન પડે.

કોવીશીલ્ડ રસીકરણની કામગીરી ક્યાં કરવામા આવશે?

તારીખ :- ૦૧/૦૪/૨૦૨૧, ગુરુવાર, સમય :- સવારે ૯:૩૦ વાગ્યાથી

સ્થળ :- માનકુવા કુમાર શાળા, ગ્રામ પંચાયત પાસે, મેઈન હાઈવે, માનકુવા કચ્છ.

કોવીશીલ્ડની રસીકરણ માટે અગાઊથી નોંધણી કરાવવી પડશે?

આવું કોઈ ફરજીયાત નથી, તેમ છતાં સગવડતા ખાતર આપના વિસ્તારની આશાવર્કરને લાભાર્થીનું નામ નોંધાવી દેવું.



કોરોનાની રસી લિધા પછી તેની કોઈ આડઅસર હોતી નથી. અને જો કોઈ કાયમી બિમારી જેમકે, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવી કોઈ બીમારી હોય તો પણ કોરોના માટેની રસી લઈ શકાય છે. અત્યારે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર કચ્છમા અલગ અલગ જગ્યાએ કોરોનાની રસીકરણ માટેના આયોજનો કરવામા આવે છે. તે અંતર્ગત માનકુવા ખાતે પણ આયોજન કરવામા આવેલ છે. જેથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોએ કોરોનાની રસી લેવી જોઈએ, તેવું કોડકી પીએચસીના મેડીકલ ઓફીસરે જણાવ્યુ હતું.

Post a Comment

0 Comments

close