વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મુન્દ્રાની શેઠ લખમશી નપુ પ્રાથમિક અધ્યાપન મંદિર ખાતે કરાઈ ઉજવણી,

Live Viewer's is = People


મુન્દ્રા, તા.૮: વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મુન્દ્રાની શેઠ લખમશી નપુ પ્રાથમિક અધ્યાપન મંદિર (મહિલા પી. ટી. સી. કોલેજ) ખાતે આજ રોજ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કર્યા બાદ કોલેજના પ્રાધ્યાપક ડો. કેશુભાઈ મોરસાણીયાએ પ્રસંગ પરિચય આપતા સૌને આવકાર્યા હતા. 



નારી તું નારાયણી, નારી નરનું નૂર, સ્ત્રી એટલે દર્પણ, અર્પણ અને સમર્પણ જેવા મહિલા જાગૃતિને લગતા વિવિધ વિષયોને આવરતી શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવનાર શીતલ મોખા, નિરાલી ગિલવા તથા વર્ષા જાદવ તથા ભાગ લેનાર તમામ લાભાર્થીઓને આરોગ્ય તંત્ર દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. 



રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને લગતી સ્વચ્છતા, માસિકધર્મ સબંધી સમસ્યાઓ અને નિવારણ જેવા વિષયો સાથે  રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમના ડો. પૂજબેન કોટડીયાની ટીમ દ્વારા તાલીમાર્થી બહેનો સાથે મુક્તપણે ચર્ચા કરી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું. એડોલેસન્ટ હેલ્થ કાઉન્સીલર મહેન્દ્ર વાઘેલાએ મહિલા સશક્તિ કરણ અંગેના સંદેશાઓ દરેક શાળાઓ સુધી પહોંચાડવાની અપીલ ભાવિ શિક્ષિકાઓને કરી હતી. કોલેજના પ્રાધ્યાપક કિરીટ જોશીએ રમુજી શૈલીમાં નારીની મહત્તા સમજાવતા જ્ઞાન સાથે ગમત પુરી પાડી હતી. કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીઓને પૌષ્ટિક નાસ્તો, સેનેટરી પેડ અને માસ્કનું વિતરણ કરવામાં આવેલ.












Post a Comment

0 Comments

close