મુંદ્રા તાલુકાના ઝરપરા ખાતે આશાઓની બેઠકમાં બિનચેપી રોગો અંગે સમજણ અપાઈ

Live Viewer's is = People


ઝરપરા,તા.૨૬: તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા ખાતે યોજાયેલી આશાઓની બેઠકમાં મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાએ બિનચેપી રોગો અંગે સમજ આપતા જણાવ્યું હતું કે મોઢાની અંદર કોઈ પણ ભાગમાં એક જ જગ્યાએ બે અઠવાડિયાથી વધારે સમય સુધી પીડારહિત ન રૂઝાતું ચાંદુ રહે તો તે  કેન્સરની શરૂઆત હોઈ શકે અને જો તેનું સમયસર નિદાન કરાવીને સારવાર લેવામાં આવે તો ચોક્કસપણે મટી શકે છે.

સમયાંતરે ઉદભવતા કોરોના જેવા ચેપી રોગોનો સામનો કરી રહેલા માનવે બદલાતી જીવનશૈલી, બેઠાડુ જીવન અને વ્યસનોને લીધે  થતા હૃદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા બિનચેપી રોગોનો સામનો કરવો પડકાર જનક છે ત્યારે 30 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓનું એન. સી. ડી. સેલ અંતર્ગત સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે અજ્ઞાનતા અને સંકોચને કારણે મહિલાઓમાં વધી રહેલા ગર્ભાશય અને સ્તન કેન્સરનું ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતી આશાઓના સહકાર દ્વારા વહેલીતકે નિદાન થકી ગંભીર રોગો પર કાબુ મેળવી શકાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ ઉપરાંત બેઠકમાં કોવિડ 19 સર્વે, મેલેરિયા, ડેન્ગ્યુ, ટી. બી., રક્તપિત્ત જેવા રોગો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 દરમ્યાન આશાઓએ બજાવવાની થતી આરોગ્યલક્ષી કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી. બેઠકમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જીતેન્દ્ર મેરિયા, ખુશ્બુબેન અંસારી તથા હેલ્થ સુપરવાઈઝર પ્રકાશ ઠકકર સહયોગી રહ્યા હતા

Post a Comment

0 Comments

close