કરછ જીલ્લાના મુંદરા તાલુકાના સમાઘોઘા ગામના ગઢવી યુવાનોની કસ્ટોડિયલ ડેથ મામલાને રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ શખ્ત શબ્દોમાં વખોડયો.

Live Viewer's is = People

કરછ જીલ્લાના મુંદરા તાલુકાના સમાઘોઘા ગામના ગઢવી યુવાનોની કસ્ટોડિયલ ડેથ મામલાને રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ શખ્ત શબ્દોમાં વખોડયો.



યોગ્ય તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારીઓ તથા સંડોવાયેલ તમામ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા તથા અગાઉ કરેલ રજુઆતો અંગે કોઈ કાર્યવાહી ન થતાં પોલીસની કામગીરી સામે નારાજગી દર્શાવી.

કરછની શાંતિ ન ડોહળાય તે પહેલા તાત્કાલિક કાર્યવાહીની કરી માંગ.



રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા દ્વારા વારંવાર કરછ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા ભાંગી પાડ્યાં અંગે રાજય સરકાર વિરુધ્ધ વારંવાર સવાલ ઉઠાવતા હોય છે ત્યારે કરછ જીલ્લાના મુંદરા તાલુકાના સમાઘોઘા ગામના ગઢવી યુવાનોની કસ્ટોડિયલ ડેથની યોગ્ય તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારીઓ તથા સંડોવાયેલ તમામ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા તથા અગાઉ કરેલ રજુઆતો અંગે કોઈ કાર્યવાહી ન થવા અંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ને રજુઆત કરતાં જણાવ્યુ હતું કે આ સમગ્ર બાબતે ગુજરાત રાજયના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાજીને તા.૨૧/૦૧/૨૦૨૧ ના રોજ રજુઆત કરાઇ હતી.છતાં પણ મુખ્ય પૈકીનો કોઈ આરોપી પકડાયેલ નથી તેમજ ગત રોજ અમદાવાદ ખાતે સારવાર દરમિયાન બીજા એક હરજો ગઢવી નામના યુવાને પણ દમ તોડ્યો હતો જેથી મામલો ખુબજ ગંભીર બનેલ છે. આમ કરછ જીલ્લાના મુંદરા તાલુકાના સમાઘોઘા ગામના યુવાન અરજણભાઇ ગઢવી તથા અન્ય ગઢવી સમાજના યુવાનોને તા.૧૨/૦૧/૨૦૨૧ ના રોજ મુંદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના બાબત પુછપરછ માટે લઈ ગયેલ અને આઠ થી વધુ દિવસો માટે ગોંધી રાખીને ઢોર માર મારી મુત્યુ થયું છે તથા અન્ય બે ગઢવી યુવાનોને ઢોર માર મારતાં સરકારી હોસ્પિટલ ભુજ મધ્યે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ હાલત અતિ ગંભીર થતાં અમદાવાદ રિફર કરાયા હતા.ત્યારબાદ આજ રોજ ફરી એક યુવાન હરજો ગઢવી પણ મુત્યુ પામ્યા છે તે ખુબજ દુખની બાબત છે માન.શ્રી રક્ષકો જ જ્યારે ભક્ષક બને ત્યારે ખુબજ દુખ થાય છે.છેલ્લા લાંબા સમય થી મુંદરા પોલીસ સ્ટેશનમાં માથાભારે પોલીસ ત્તત્ દ્વારા પ્રજાને ખુબજ મુશ્કેલી ઉભી થઈ રહી છે.તથા ગુન્હાહિત પ્રવુતીઓ વધી રહી છે.ત્યારે આ બાબતે મે તા.૨૧/૦૧/૨૦૨૧ ના રોજ રાજયના ગૃહમંત્રી શ્રી તથા પોલીસ મહાનિદેશક શ્રી ને રજુઆતો કરવા છતાં પણ અમુક આરોપીઓ પોલીસ પકડ થી દુર છે ઉપરોક્ત બાબતે ન્યાયપુર્વક તપાસ થાય તથા ગુન્હેગારોને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરી આ પીડિત પરીવારને તાત્કાલિક ન્યાય મળે અને જરૂરી સહાય મળે તે અંગે ત્વરિત કાર્યવાહી કરવા અને આવા ખેદજનક બનાવો ફરી ન બને તે માટે તમામ આરોપીઓ ને કડકમાં કડક નિષ્પક્ષીય રીતે સજા થાય તેવી તેવી માંગ રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઇ આરેઠીયાએ રાજયના મુખ્યમંત્રી સમક્ષ કરી હતી અને વધુમાં કરછ જીલ્લાની શાંતિ ન ડહોળાય તે બાબતને અગ્રતા આપી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Post a Comment

0 Comments

close