કચ્છ જીલ્લાને ૨૦૨૨ સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવાનો ધ્યેય: મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો.જનક કુમાર માઢક

Live Viewer's is = Peopleભુજ ખાતે આવેલ જીલ્લા પંચાયત ખાતે યોજાયેલ વિવિધલક્ષી આરોગ્ય સુપરવાઈઝરની બેઠકમાં કચ્છ જીલ્લાને ૨૦૨૨ સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવાના ધ્યેયને સિધ્ધ કરવા માટે નવનિયુક્ત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર ઓ. માઢકે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છ જીલ્લાના દરેક તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા મેલેરિયા ગ્રસ્ત ગામોનું વિસ્તૃત વિશ્લેષણ કરતા જીલ્લા બહારથી આવતા મજૂર લોકોમાં મેલેરિયાના કેસો વધારે પ્રમાણમાં જોવા મળતા હોઈ કંપની, વાડી માલિકો અને ખાનગી તબીબોનો સહકાર લેવાની શીખ આપી હતી.   મેલેરિયા એલિનિમેશન એકટ અંતર્ગત પ્રાઈવેટ લેબોરેટરીમાં નીકળતા કેસોની જાણકારી સરકારી એજન્સીને આપવી ફરજીયાત છે, અને જરૂર જણાય તો મેલેરિયા નાબુદી માટે સમયસર માહિતી ન આપતા ખાનગી તબીબો અને પ્રાઇવેટ લેબોરેટરી સંચાલકોને કાયદાકીય પગલાં લેવાની ચીમકી પણ આપી હતી. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર ગણાતા જિલ્લામાં કંપનીઓ અને વાડી માલિકો પણ સહકાર આપે એ પણ ખૂબ જ જરૂરી છે એમ જણાવતા દરેક કર્મચારી પોતાની ફરજ આઠ કલાક પ્રમાણિકતા પૂર્વક બજાવે તો ચોક્કસ કચ્છને મેલેરિયા મુક્ત કરી શકાય એવી આશા વ્યક્ત કરી હતી. ઘણા લાંબા સમય બાદ કચ્છમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિયુક્ત થવા બદલ આરોગ્ય સુપરવાઈઝર મંડળે ડો. માઢકનું શાલ અને મોમેન્ટો આપીને સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

0 Comments

close