અમદાવાદના આધેડે કરી આત્મહત્યા:કારણો અકબંધ : કોલોની વિસ્તારમા અરેરાટી ફેલાઈ

Live Viewer's is = People

અમદાવાદના આધેડે કરી આત્મહત્યા:કારણો અકબંધ : કોલોની વિસ્તારમા અરેરાટી ફેલાઈઅમદાવાદ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારમાં વહેલી સવારે સમર્પણ ટાવરમાં એક વૃદ્ધે પહેલા સળગીને અને બાદમાં પાંચમા માળથી ઝંપલાવીને આત્મહત્યાનું પગલુ ભર્યું છે.


બિનસત્તાવાર સુત્રો માથી મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સમર્પણ ટાવરના પાંચમા માળે જયપ્રકાશ નામના શખ્સ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની અને સંતાનમાં બે દીકરીઓ છે. બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તો બીજી તરફ, જયપ્રકાશ પણ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. ત્યારે આજે મળસ્કે જ્યારે સોસાયટીના સદસ્યો ભર ઊંઘમાં હતા, ત્યાં તેમણે આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. પહેલા તો તેમણે પોતાની જાતને સળગાવી હતી. સળગેલી હાલતમાં બાદમાં તેઓએ પાંચમા માળે પોતાના મકાનથી નીચે કૂદકો માર્યો હતો.


જયપ્રકાશે કરેલી આત્મહત્યાના દ્રશ્યો ટાવરમાં લગાવાયેલા સીસીટીવીમાં કેદ થયા છે. તો તેમના આ પગલાથી રહેવાસીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જયપ્રકાશના આત્મહત્યા બાદ લોકો દોડી આવ્યા હતા. લોકોએ તેમના શરીર પર પાણી નાંખીને આગ બૂઝવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

રીપોર્ટ: ચિરાગ પાટડિયા, અમદાવાદ.

Post a Comment

0 Comments

close